Abtak Media Google News
  • કચ્છના રાપરમાં 3, ખાવડા-પાલીતાણા-બેલા-ભચાઉમાં એક એક આંચકો: વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 અને 2.4ની તિવ્રતાનો આંચકો અનુભવાયો

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. છેલ્લાં કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. કચ્છમાં છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 અને 2.4ની તીવ્રતાના બે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે 2:10 વાગ્યે પાલીતાણાથી 19 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 2:12 કલાકે કચ્છના બેલાથી 9 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

બપોરે 2:21 કલાકે કચ્છના રાપરથી 15 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સાંજે 7:15 કલાકે રાપરથી 25 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. મોડી રાતે 2:32 કલાકે કચ્છના ભચાઉથી 27 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયુ હતું. આજે વહેલી સવારે કચ્છના ખાવડાથી 30 કિમી દૂર ચારની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિદું ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

ત્યારબાદ સવારે 9:34 કલાકે ખાવડાથી 30 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. સતત આવી રહેલા ભૂકંપને કારણે હાલ સમગ્ર કચ્છમાં ડરનો માહોલ છે. હજી 26 જાન્યુઆરી જ ભૂકંપની વરસી ગઈ હતી. 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. 23 મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ લોકોને ધ્રુજાવી ગઈ હતી.

ભાટિયા દ્વારકા હાઈ-વે વચ્ચે માવઠુ

ગુજરાતમાં ઠંડીની સીઝનમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારમાં ઠંડી પડી રહી છે, તો બપોરે ગરમી અને ક્યાંક ક્યાંક તો વરસાદી માહોલ પણ બની રહ્યો છે. આજે યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે. યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડતા રોડ રસ્તાઓ ભીના થયા હતા. અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો. ભાટિયા દ્વારકા હાઈ-વે વચ્ચે માવઠાની અસર જોવા મળી છે. હાઈ-વે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા. ભાટિયાથી ઓખા-મઢી વચ્ચે માવઠાંની કહેર જોવા મળી રહી છે. કમોસમી વરસાદવા કારણે દેવભૂમિ દ્વારકામાં પાક નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિતાનો માહોલ દેખાઈ રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે માવઠાની અસર જોવા મળી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, છતાં હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને

કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદે વધુ એક વિધ્ન નાંખ્યું છે. આગામી 24 કલાકમાં ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયુ રહેશે. અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.