Abtak Media Google News

Table of Contents

આજે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ

પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત તેમજ પ્રદુષણ ફેલાવતો હોવાથી બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરફ વળવાની આવશ્યકતા

વિજળીનો વધતો જતો ઉપયોગથી ભવિષ્યમાં તેની ઘટ પડવાની ભીતી, સૌર ઉર્જા ઉપર ભાર મૂકીને વિજળી બચાવવી હિતાવહ

ઉર્જા ક્ષેત્રે આવેલી ક્રાંતિમાં વિજળીનું મહત્વનું યોગદાન, આજે વિજળી વગર જીવન જીવવું અશ્કય જેવું

આજે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ છે. તે નિમિતે ઉર્જાના ઈતિહાસમાં ડોકીયું કરીએતો એક સમયે લાકડા કોલસા ઉર્જાના મુખ્ય સ્ત્રોત હતા. ત્યારે આજે લાકડા કોલસાથી લઈને સૌર પવન સુધીની ઉર્જા ક્રાંતીએ માનવ જીવનને ખૂબ સરળ બનાવી દીધું છે. જોકે ઉર્જા ક્ષેત્રે આવેલી આ ક્રાંતીમાં વિજળીનું યોગદાન મહત્વનું રહ્યું છે. આજે વિજળી વગર જીવન જીવવું અશકય જેવું લાગે છે.5A27Ac977Ac8A194035868

વધુમાં અત્યારે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. તેમજ પ્રદુષણ પણ ફેલાવે છે. ત્યારે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તરફ વળવાની આવશ્યકતા છે. આવનારા ભવિષ્યમાં વિજળીનો વધતો જતો ઉપયોગ પણ વિજળીની ઘટ પાડે તેવી ભીતિ છે. જેથી તેના વિકલ્પમાં અત્યારથી જ સૌર ઉર્જા તરફ વળવું હિતાવહ છે.

થર્મલ પાવર પ્રદુષણકર્તા, વૈકલ્પીક ઉર્જા તરફ વળવું જરૂરી: ભાવીન પંડયાVlcsnap 2019 05 03 09H00M23S451

પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર ભાવિન પંડયાએ જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ સાત વર્ષમાં ઉર્જાના સ્ત્રોતમાં ઘણી મોટી ક્રાંતી આવી છે. બીજા સ્ત્રોત આપણી પાસે હતા પરંતુ એમા વાણીજયકસ્તરે ઉત્પાદન કરવું એ શકય નહોતું. પરંતુ છેલ્લા થોડાક વર્ષોમાં અન્ય ઉર્જા સ્ત્રોતને વાણિજય સ્તર પર વાપરી શકીએ છીએ પહેલા આપણે કોલસા કે ગરમીથી પાવર મેળવતા હતા. એ પ્રમાણે આપણા થર્મલ પાવર સ્ટેશન હતા પણ છેલ્લા દસેક વર્ષમાં ભારતમાં અને ગુજરાતમાં આપણે વૈકલ્પીક સ્ત્રોત તરીકે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ.

પહેલાના સમયમાં વિજળી એક નવી વસ્તુ હતી વધુ ઉદ્યોગો પણ હતા નહી અને વપરાશ પણ સિમિત મર્યાદામાં હતો. જ‚રીયાત પણ ઓછી હતી એ જરૂરીયાતને પૂર્ણ કરવા માટે થર્મલ પાવર સ્ટેશન સક્ષમ હતા તદઉપરાંત આપણે ઈનોવેશન કરીને હાઈડલ પાવર કોચ એટલે જળ ઉર્જા મેળવવાની કોશીષ કરી. પરંતુ છેલ્લા ૧૫ -૨૦ વર્ષોમાં ઉદ્યોગીકરણ અને અન્યના કારણે વિજળીનો વપરાશ જે વેગથી વધ્યો છે. એના કારણે વિજળીની માંગ પણ વધી છે. એ થર્મલ ઉર્જાથી પૂર્ણ થઈ શકે એમ નથી તેથી હાલ બીજા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો ઉપર આધાર રાખીએ છીએ.

માનવજીવનમાં જે થર્મલ પાવરનો વપરાશ થતો એટલા પ્રમાણમાં થર્મલ પાવર વાપરવામાં આવે તો એ પર્યાવરણમાં પ્રદુષણ ફેલાવે છે. કારણ કે તર્મલ પાવર એ કોલસા આધારિત હોય છે. કોલસો એ જમીનમાં સિમિત મર્યાદામાં છે. તેથી ગુજરાતમાં કોલસો બિહાર , ઝારખંડ કે કલકતાથી લાવવો પડે છે.

લોકો માટે ખર્ચ અને પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો બંને રીતે બિન પરંપરાગત ઉર્જા વધારે ફાયદાકારક છે. કારણ કે કોલસો સિમિત મર્યાદામાં છે. તો ધીમેધીમે એનો જથ્થો ઘટતો જવાનો ત્યારે ખૂબજ ખર્ચાળ બનશે. તે ઉપરાંત થર્મલ પાવર સ્ટેશન વધુ બનાવવામાં આવે પ્રદુષણનો પ્રશ્ન ઉભો થાય છે.

સૌર ઉર્જા એ સૂર્યપણ આધારીત હોવાથી રાતના સમયમાં કે ચોમાસામાં વાતાવરણના કારણે સૌર ઉર્જાની કમી પડે એનો જથ્થો ભેગો કરવો પડે પરંતુ મોટા પાયે જથ્થો ભેગો કરવા માટે ખર્ચ વધારે થાય છે. નહીતર સૌર ઉર્જા ખૂબ ફાયદાકારક છે.સોલાર પાવર અને વિંગ પાવરથી પણ ઉત્પન્ન થાય છે. ઉર્જા બનાવવા માટે ટર્બાઈન પર પાણી અને કોલસાના ઉપયોગથી સ્ટીમ બનાવવામાં આવે છે. સ્ટીમથી ટર્બાઈન રોટેડ થતી હોય અને ટર્બાઈન મેગ્નેટીક ફીલ્ડની વચ્ચે રોટેડ થાય એટલે વિજળી પેદા થાય છે.

પીજીવીસીએલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૬૦ લાખ જેટલા ઘણોમાં વિજળી પહોચાડે છે જેમાં ખેતીવાડી ઘર વપરાશ અને ઉદ્યોગનો સમાવેશ થાય છે.વિજળીની જેટલી જરૂરીયાત હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ. ઈલેકટ્રીફીકેશ પરફેકટ રાખવું જોઈએ જેથી વિજળીનો વ્યપ ન થાય બિન જરૂરી રીતે પંખા કે એર કંડીશનર ન વાપરવા સૌર ઉર્જાનો ઉપયોગ કરી વિજળી બચાવી શકીએ અને ખર્ચ પણ ઓછો કરી શકીએ છીએ.

પીજીવીસીએલ ૫૬ લાખથી વધુ ગ્રાહકોને વીજળી પૂરી પાડી રહ્યું છે: જે.જે. ગાંધીVlcsnap 2019 05 03 08H59M30S823

પીજીવીસીએલમાં ચીફ એન્જીનીયર જસ્મીન ગાંધીએ જણાવ્યું કે ઉર્જામાં હાલના સમયમાં ખૂબ મોટી ક્રાંતિ આવી રહી છે. કારણ કે અત્યાર સુધી ઉર્જાનું ઉત્પાદન થતુ હતુ મોટા વિજ મથકોમાં ૧૦૦ મેગાવોટ, ૨૦૦ મેગાવોટ ૮૦૦ મેગાવોટ, ૧ યુનિટ તેમજ વિજળીનો પ્લાન્ટ હતો એ ૪૦૦૦ મેગાવોટનો હોય એ રીતે વિજળીનું ઉત્પાદન કર્યા પછી વિજળીને ઉંચા વોલ્ટેજ પ્રવહન કરી અને ગ્રાહકોનાં ઘર સુધી ૨૩૦ કે ૪૪૦ વોલ્ટેજ વિતરણ થાય છે.

સોલાર રૂફટોફ જેવા ક્ધસેપ્ટ આવતા વિજળી એક દ્વિસીપ ન રેતા બહુદ્વિસીય થઈ ગઈ છે. ઘરમાં સોલાર ‚ફટોફ નાખો, વિજળી ઉત્પન્ન કરો અને પછી જ‚રીયાત પ્રમાણે વપરાશ થયા પછી બાકી બચેલી વિજળી ગ્રીડમાં જાય અને બીજા ઘરોમાં એનો વપરાશ થાય છે. આમ ઉર્જા ક્ષેત્રે એક દ્વિસીપ ન રહે બહુદ્વિસીપ પરિવહન થઈ રહ્યું છે હાલમાં ગુજરાતમાં ઘણા બધા સોલાર ‚ફટોફ લાગી ગયા છે. અને ગર્વમેન્ટ પણ એને એન્કરેજ કરી રહી છે. ખેડુતોને પણ સોલાર પંપ આપી રહ્યા છીએ.

શ‚આતનાં તબકકામાં જોઈએ તો વિજળીની માંગ ખૂબ સિમિત હતી ત્યાર પછી વિજળીની માંગમાં વધારો થયો ગુજરાતમાં ૧૦ વર્ષથી વિજળી સરપ્લસ થાય છે. એમાં કોઈ પણ પ્રકારનું લોડ સેડીંગ નથી ગામડાઓમાં પણ ૨૪ કલાક વિજળીપુરી પાડીએ છીએ. હાલમાં પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની માત્રા ધીમે ધીમે ઘટતી જાય છે. જેથી ભવિષ્યમાં જે જરૂરીયાત છે. એટલી આ ઉર્જા પૂરતી માત્રામાં ન મળે તો ખરાબ દિવસો આવી શકે તેવી અત્યારથી બિન પરંપરાગત સ્ત્રોતોને અપનાવતા થઈ જઈએ તો મુશ્કેલી ન પડે.

બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવાની લોકોમાં પણ જાગૃતતા આવી છે. ગુજરાત રાજયમાં ૩૫,૦૦૦ મેગાવોટનું પવન ઉર્જાનું ક્ષેત્ર છે ૧૦,૦૦૦ મેગા વોટ સૌર ઉર્જા થઈ શકે તેવું ક્ષમતા ધરાવે છે.બિન પરંપરાગત ઉર્જા એ પ્રદુષણ રહીત છે. તેમજ પવન ઉર્જા સૌર ઉર્જા ખર્ચાઈ પણ નથી. ગુજરાતમાં ઘણી જગ્યાએ પવન ઉર્જાના મથક હોવાથી પરિવહન ખર્ચ પણ ઓછા થાય છે. બિનપરંપરાગત ઉર્જા ઉત્પન્ન ક્રવા માટે કોઈ ખર્ચ નથી થતો.

વિજળીનું ઉત્પાદન આજના તબકકે જોઈએ તો આપણા તાપવિજ મથકો કોલસા કે ગેસને આધારે ચાલતા હોય છે. જેમાં યુનિટ હોય છે. ૧ યુનિટ ૧૨૦ મેગા વોટનું પણ હોય અને ૮૦૦ મેગાવોટનું પણ હોય શકે અને એક વિજ મથકમાં આવા ૨ થી ૫ જેટલા યુનિટ હોય છે. આ મથકોમાં વિજળીનું ઉત્પાદન થાય ત્યારે ૧૧ કેવી કે ૧૩ કેવી ની આસપાસ ઉત્પાદન છે.

પરંતુ એને મોટી માત્રામાં પરીવહન કરી શકીએ એટલા માટે એના વોલ્ટેજનું લેવલ ૨૨૦ કે ૪૦૦ કેવી સુધી લઈ જવામાં આવે છે. આમ કરવાથી વિજ ખાધને ઘટાડી શકાય છે. વિજળી ઉત્પન્ન કર્યા બાદ તેને વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી ૨૩૦ કે ૪૪૦ વોલ્ટથી ગ્રાહકોને વિજળી પૂરી પાડીએ છીએ. પીજીવીસીએલ વિશે જોઈએ તો પીજીવીસીએલની રચના ૨૦૦૩માં થઈ પરંતુ પીજીવીસીએલ વાણીજયક રીતે કાર્યરત થયું ત્યારે ૨૯ લાખ ગ્રાહકો હતા અત્યારે એ ગ્રાહકો ૫૬ લાખથી પણ વધી ગયા છે.

વીજબીલનાં ખર્ચા ઉપર સોલાર રૂફટોફ ઘણી રાહત આપે છે: મૌલિક ભોજક

Vlcsnap 2019 05 03 08H58M56S025

નવકલ્પ સોલાર એજન્સીના માલીક મૌલિક ભોજકે ઉર્જા દિવસ નિમિતે જણાવ્યું હતુ સૌર ઉર્જાનો ઉપયોગ કરવાના ફાયદા એ છે કે એ આપણને ખૂબ સરળતાથી મળી રહે છે. તેમજ વધુ ખર્ચાળ પણ નથી. સૂર્ય ઉર્જાથી ઈલેકટ્રીકસીટી જનરેટ થઈ શકે છે. જેના આપણે બીજા સ્ત્રોતથી જનરેટ કરીએ છીએ ધારોકે ફયુસ, પેટ્રોલ, ડિઝલથી જે પ્રદુષણ થાય છે તે પ્રદુષણને અટકાવી શકાય છે. સોલાર પેનલ એક સિલિકા મટીરીયલમાંથી બનતી પેનલ છે. જેમકે પોલિફિસ્ટલ લાઈન, મોનોકિસ્ટલ લાઈન જેવી અલગ અલગ પેનલની ટેકનોલોજી આવે છે.

આમાં સૂર્યના કિરણોથી ડીસી પાવર જનરેટ થાય છે. રૂફટોફ સોલારનો ઈન્સ્ટોલ કરવાનો ફાયદો એ છે કે આપણા ઘરોની રૂફ સામાન્ય રીતે ખૂલ્લા હોય છે. એક સોલાર પેનલની આ સિસ્ટમ ને રૂફટોપ સોલાર સિસ્ટમ કહેવાય છે. કે જે ખૂલ્લા રૂફ પર ઈન્સ્ટોલ કરી સોલારના રેડિયેશનનો ઉપયોગ કરી જરૂરીયાત મુજબ ઈલેકટ્રીકસીટીની જરૂરીયાત જનરેટ કરી શકીએ છીએ સોલાર પ્રોજેકટ અલગ અલગ સાઈઝમાં હોય છે જે આપણી જરૂરીયાત પ્રમાણે નકકી થતા હોય છે. આ સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા પછી બીજા જ દિવસે તેને ઉપયોગ દેખાય છે. સામાન્ય રીતે વિજળી બીલમાં ૮૦% ઉપરનો તફાવત આવે છે.

ઉર્જા બચાવવા વધુ રેટીંગ વાળા વિજ ઉપકરણોનો વપરાશ જરૂરી: એચ.પી. કોઠારી

Vlcsnap 2019 05 03 09H01M28S123

પીજીવીસીએલના ચીફ એન્જીનીયર એચ.પી. કોઠારીએ જણાવ્યું હતુ કે વિજળી થાયત્યારે એ ખૂબ હાઈ વોલ્ટેજ જનરેટ થતા હોય છે એને કારણે ઈકવીટમેન્ટો સપ્ટેશનના ઈકવીકમેન્ટો, ટ્રાન્સપોર્ટ સેન્ટરો અને ઈકવીકમેન્ટો હાઈ વોલ્ટેજ થાય એટલે બળી જાય છે. જેને બચાવવા માટે અમે લાઈટીંગ એલિસ્ટર ઈન્સ્ટોલ કરીએ છીએ લાઈટીંગ એલિસ્ટર એક ઈકવીમેન્ટ છે જે વિજળીના કારણે હાઈ વોલ્ટેજ જનરેટ થાય તો તે બાયપાસ પાથ આપે છે. લાઈટીંગ એલિસ્ટર દ્વારા બાયપાસ થઈ જમીનમાં વિજળીને ઉતારી દેવામાં આવે છે.

જેથી કરીને બીજે કોઈ જાતના ડેમેજ થાય નહી અને ઈકવીમેન્ટોના સાધનોને નુકશાન થતુ અટકે છે. સૌર ઉર્જાનો ઉપયોગ બિન પરંપરાગત સ્ત્રોત તરીકે ખૂબ મોટા પાયે થાય છે. ઘર પર સોલાર રૂફટોક સિસ્ટમ નાખવામાં આવે છે. ખેડુતો માટે સોલાર પંપો ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જયાં જંગલ છે. ત્યાં વિજળી લાઈન લઈ જવાની પરમીશન નથી ત્યાં સોલાર હોમ લાઈટ પણ આપવામાં આવી છે. જેથી એ લોકોને વિજળી પૂરી પાડી શકીએ ઉર્જા એક શકિત છે. અત્યારના સમયમાં ઉર્જા વગર ઘડી ભર પણ ચાલતુ નથી કારણ કે દરેક વસ્તુ ઉર્જાથી જ ચાલે છે. તેથી ઉર્જાનું ખૂબ મહત્વ છે.

વિજળીને બચાવવા માટે એફિસિયન્ટ વસ્તુની એફિસિયન્સી જોવી જોઈએ ઘરમાં ખેતરમાં, ઉદ્યોગોમાં જે પણ ઈકવીમેન્ટ નાખીએ એની એફિસીયન્સી હોવી જોઈએ જેમ બને તેમ પૂરતી ઓફીસીયન્સી વાળી વસ્તુઓ જ વાપરવી જોઈએ આ માટે સરકાર તરફથી ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર એવા રેટીંગ આપવામાં આવ્યા છે. જેમ રેટીંગ વધુ એમ એફિસીયન્સી વધુ અને ઉર્જાનો બચાવ વધુ થતો હોય છે.વિજળીના અકસ્માતોથી બચવા માટે ઘરમાં, ખેતરોમાં કે ઉદ્યોગોમાં ઈએલસીબી ફરજીયાત ઈન્સ્ટોલ કરવી જોઈએ.

સૌર્ય ઉર્જાથી પ્રદુષણ ઓછુ અને ફાયદો વધુ: રવિભાઈ હરસોડા

Vlcsnap 2019 05 03 08H57M41S769

સનોવેટીવ સોલ્યુશનના માલિક રવિભાઈ હરસોડાએ જણાવ્યું હતુ કે અમારી કંપની સોલાર પાવર પ્લાન્ટ ઈપીસી વર્ક કરે છે આજે ઈન્ટરનેશનલ ઉર્જા દિવસ છે. આ દિવસનું મહત્વ એ છે કે દરેક વ્યકિતને ઉર્જાની જરૂર પડતી હોય છે. અને ખાસ કરીને આ દિવસ ઉજવવાનું મહત્વ એટલું જ છે કે જે વસ્તુ આપણે વાપરીએ છીએ તેની પૂરતી જાણકારી મળે કે ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે.આપણે એવી ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી પ્રદુષણ ઓછુ થાય અને ફાયદાકારક રહે. જેમકે સૌર્ય ઉર્જા.

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ઉભુ થયું છે. એ સૂર્ય ઉર્જાને મહત્વ આપી રહ્યું છે. સરકાર પણ સૌર ઉર્જાને ઘણુ મહત્વ આપે છે. અત્યારે દરેક ક્ષેત્રમાં ઘણી પોલીસી બહાર પાડી છે. જેમકે સૌર્ય પંપ, સોલાર કુકર, સોલાર પેનલ દ્વારા સૌર્ય ઉર્જા નો ઉપયોગ કરી શકાય.અમે ઉદ્યોગોમાં સોલાર પેનલના પ્લાન્ય આપીએ છીએ જે વધુ ઈલેકટ્રીક સીટી બીલ આવતા હોય તેમાં ૫૦% ઘટાડો કરી આપે અથવા તો પાવરબીલ શૂન્ય કરી આપે.

સોલાર પેનલ ફોટો વલ્ટીકના સિધ્ધાંતથી ઉર્જા ઉત્પન્ન કરે છે. જે રીતે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. છે એવી જ રીતે સોલાર પેનલમાં જે સિલીકોન આવે છે એ સિલીકોન પર સૂર્યપ્રકાશ પડવાથી ઈલેકટ્રોન્સ છૂટા પડે છે. આ ઈલેકટ્રોન્સ એક પ્રવાહ રચે છે.જેને ડીસી પાવર કહેવાય છે.

આ ડીસી પાવરનું એસી પાવરમાં ‚પાંતર સોલાર ઈર્ન્વર્ટ કરે છે. જે સોલાર પાવર પ્લાન્ટને કોમ્પોનેટ છે દરેક સોલાર પાવર પ્લાન્ટમાં સોલાર પેનલસ અને સોલાર ઈન્વર્ટરસ કમ્પોનેટ છે. સોલાર પેનલના ઈન્સ્ટોલેશન માટે દિવસ દરમ્યાન વધુમાં વધુ સૂર્યપ્રકાશ પડતો હોય એવી જગ્યા જ‚રી હોય છે. સોલાર પેનલને મોટા ભાગે દક્ષિણ બાજુ રાખવાનું હોય છે. સોલાર પેનલનું કોઈ મેન્ટેશન હોતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.