Abtak Media Google News

કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા એન્જોય બોર્ડ એકઝામ સેમીનારનું પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.ધોરણ 10 તથા 12ના બોર્ડના વિદ્યાર્થીઓ જ્યારે પ્રથમ વખત આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય. ત્યારે વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલના મૂંઝવણ ઉત્પન્ન થતી હોય છે.આ સર્વે મૂંઝવણનું નિરાકરણ આ સેમિનારમાં પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર સુહાગ પંચાલ દ્વારા આપવામાં આવ્યું હતું.એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર દર વર્ષે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા યોજવામાં આવે છે.

Advertisement

આ વખતે 2000 વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ સેમિનાર નો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,રાજકોટના પ્રથમ નાગરિક ડો.પ્રદીપભાઈ ડવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.250થી પણ વધુ કોચિંગ ક્લાસના સંચાલકો કાર્યક્રમની વ્યવસ્થામાં ખડે પગે રહ્યા હતા. રાજકોટ કોચિંગ ક્લાસીસ એસોસિએશનના તમામ સભ્યો છેલ્લા એક મહિનાથી કરેલી મહેનત સેમિનારના અંતે વિદ્યાર્થીઓના ચહેરા પર પ્રસન્નતાના રૂપે જોવા મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ કોચિંગ ક્લાસ એસોસિએશન,આઇટીએમ યુનિવર્સિટી-વડોદરા તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ રાજકોટએ જહેમત ઉઠાવી હતી.

 

 

કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને અભિનંદ પાઠવું છું:વિજયભાઈ રૂપાણી

Vlcsnap 2023 02 06 08H54M09S825

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર યોજવા બદલ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનને અભિનંદન પાઠવું છું. રાજકોટનો વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારામાં સારા માર્કસ સાથે ઉતરીને થાય તેવું માર્ગદર્શન આ સેમિનારમાં પૂરું પાડવામાં આવ્યું છે.આત્મવિશ્વાસભેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટેની શિક્ષકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી છે.

 

એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર બાળકની અપૂર્ણતાને પૂર્ણ કરે છે:પ્રકાશ કરમચંદાણી

Vlcsnap 2023 02 06 08H53M15S333

કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ કરમચંદાણીએ જણાવ્યું કે, બાળકમાં રહેલી અપુણતાને પૂર્ણ કરવા એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર યોજવામાં આવે છે. દર વર્ષે આ સેમિનારને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળે છે.વિદ્યાર્થીઓ સ્ટ્રેસ ફ્રી રહી પરીક્ષા આપેએ માટે વિદ્યાર્થીઓ પાછળ કોચિંગ ક્લાસના દરેક સંચાલક ખડે પગે રહે છે.આ કાર્યક્રમમાં શિક્ષકોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે.

 

સેમિનારમાં વિદ્યાર્થીઓને મળ્યું સચોટ માર્ગદર્શન:હાર્દિક ચંદારાણા

Vlcsnap 2023 02 06 08H52M47S291

કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક ચંદારાણાએ જણાવ્યું કે,બાળકને પરીક્ષાનો ડર અને હાવ દૂર કરવા એન્જોય બોર્ડ એક્ઝામનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે.એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનારમાં વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળ્યું. પરીક્ષા ઉપરાંત પણ વિદ્યાર્થી કે બાળકના જીવનમાં કોઈપણ આવી સિચ્યુએશન ઉભી થાય તો વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ બાળકને કરવો જરૂરી છે. જેથી બાળકને ખૂબ સારું મોરલ સપોર્ટ મળશે અને તેનું પર્ફોમન્સ પણ ખૂબ સારું રહેશે.

વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપમેન્ટ માટે પણ જાગૃત કરાયા:આનંદ વ્યાસ

Vlcsnap 2023 02 06 08H53M09S484

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ કોલેજના આનંદ વ્યાસે જણાવ્યું કે, રાજકોટ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ માટેની ઉત્તમ તક અમારી સંસ્થા પૂરી પાડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સહ લગ્ન થઈ વિદ્યાર્થીઓને બેચલર ડિગ્રી પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સાથો સાથ સ્કીન ડેવલોપમેન્ટ માટે પણ જાગૃત કરવામાં આવ્યા છે.

 

 

લેટ્સ અપ ગ્રેટ અમારા વિદ્યાર્થીઓએ શરૂ કરેલું સ્ટાર્ટઅપ છે:ધર્મવીર ધીર

Vlcsnap 2023 02 06 08H52M58S634

ITM  યુનિવર્સિટી વડોદરાના ધર્મવીર ધીરએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટની પ્રોગ્રામ અમારી યુનિવર્સિટી ખાતે કરાવવામાં આવે છે.લેટ્સ અપ ગ્રેટ સ્ટાર્ટ અપ અમારા વિદ્યાર્થીએ શરૂ કરેલું છે. કોચિંગ ક્લાસ બાદ વિદ્યાર્થીઓ અમારી જેવી યુનિવર્સિટીઓમાં દાખલો મેળવી અને પોતાની કાર ઉજળી બનાવે છે ત્યારે અમારું દાયિત્વ તેમને પ્રોત્સાહન આપવાનું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.