Abtak Media Google News

રાજકોટની નામાંકીત મલ્ટી ફેકલ્ટી ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રવિવારે વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રેના તાજેતરનાં પ્રવાહો ઉપર નો 13 મો રાષ્ટ્રીય કક્ષાનો સાઇન્સ સિમ્પોઝીયમ યોજવામાં આવ્યો હતો. દેશભરની વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીઓના યુજી અને પી જી, રીસર્ચ સ્કોલર્સ તથા પીએચડીના કુલ 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને તેઓએ સંશોધનો પોસ્ટર અને ઓરલ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કર્યા હતા. સિમ્પોસિયમ ચેર અને આચાર્યશ્રી ડો. ઈવોન

Advertisement

ફર્નાડિસે આ સમારંભમાં પ્રાસંગિક ઉદબોધન દ્વારા આમંત્રિત મહેમાનો તથા વિધાર્થીઓને આવકાર્યા હતા.સાયન્સ સિમ્પોસિયમનાં પેટ્રોન અને ક્રાઇસ્ટ કેમ્પસના ડાયરેકટર ફાધર (ડો). જોમોન થોમ્માંનાએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન શાખામાં વિશેષ અભ્યાસ કરવા બાબતે તેમના વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા હતાં. ઉદઘાટનના શુભારંભના મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી હાજર રહ્યા હતા. તેઓએ તેમના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતી તેમજ વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન આત્મનિર્ભર ભારત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતી ના ફાયદા વિષે તેઓએ વિસ્તારમાં જણાવ્યું હતું.

Vlcsnap 2023 02 06 09H20M45S285

આ સીમ્પોઝિયમના મુખ્ય વક્તા તરીકે ડો. રાકેશ મિશ્રા, ડાયરેક્ટર ઇન્સ્ટિટયૂટ ફોર જીનેટીક એન્ડ સોસાયટી, બેંગ્લોર, ભૂતપૂર્વ ડીરેકટર સીસીએમબી, ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંબોધનમાં મુખ્ય મુદ્દો જીનોમ હતો. તેઓએ મનુષ્યનાં જિનોમ ઉપર થતી વાતાવરણની અસર અને તેના કારણે મનુષ્યનાં આયુષ્ય પર થતી અસરના સંશોધન કાર્ય ની વિષેની માહિતી આપી હતી. તેમાં માનવ જીવન માટે ક્રાંતિકારી શોધ થઈ શકે એમ હોઇ એ સંભાળી સંશોધન પ્રત્યે વિધાર્થીઓ પ્રેરાયા હતા. સાયન્સ સિમ્પોઝિયમના પ્રેસીડન્ટ અને રાજકોટ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષશ્રી  બિશપ

જોશ ચીટ્ટોપારામ્બિલએ તેમના વક્તવ્યમાં વિજ્ઞાનથી થતા આપણી રોજબરોજની જિંદગીના ફાયદાઓ વિસે જણાવ્યું હતું. સમાપન સમારંભના આમંત્રિત મુખ્ય અતિથિ ડો. વિશાલ મૂલિયા , ઉપસ્થિત રહી અને વૈજ્ઞાનિક કવિતાઓનું પઠન કરી વિધાર્થીઓ અને આમંત્રિતોને મનોરંજન પુરુ પાડ્યું હતું. અને ઈનામ તથા પ્રમાણપત્ર વિતરણ દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસના ડાયરેક્ટરશ્રી ફાધર (ડો) જોમોન થોમ્માંનાની દોરવણી આચાર્યશ્રી ડો. ઈવોન ફર્નાડિસનું માગેદશેન પ્રાપ્ત થયેલ. જેમા ક્ધવીનર ઉસ્માનગની તાબાણી અને સમગ્ર પ્રાધ્યાપક ગણ તથા કોલેજના તમામ કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ યોગદાન આપી આ આયોજનને સફળતા અપાવી હતી.

 

વિદ્યાર્થીઓએ વિવિધ શ્રેણીઓમાં ભાગ લઈને પોતાની અંદર છુપાયેલી પ્રતિભાવો ખીલવી: ડો. ગિરીશ ભીમાણી

Vlcsnap 2023 02 06 09H24M51S853

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ગિરીશ ભીમાણી અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મુગટમા કોહિનૂર સમાન ક્રાઇસ્ટ કોલેજ છેલ્લા 13 વર્ષથી સાયન્સ સિમ્પોઝીયમનું આયોજન કરી રહી છે. આ સાયન્સ સિમ્પોઝીયમમા દેશભરની કોલેજમાંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે.  જેમને દેશ માટે રાષ્ટ્ર માટે વિજ્ઞાનને લઈને યોગદાન આપ્યું હોય સાયન્સમા સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.અગાઉ પણ સિમ્પોઝિયમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ જ્ઞાન,માર્ગદર્શન મેળવી પોતાના જીવનને ઊજળું બનાવી દેશ વિદેશમાં નામ રોશન કર્યુ છે.

 

છેલા 13 વષેથી સાયન્સ સિમ્પોઝિયમનું કરાય છે આયોજન: બિશપ જોશ ચીટ્ટોપારામ્બિલ

Vlcsnap 2023 02 06 09H25M05S050

સાયન્સ સિમ્પોઝિયમના પ્રેસીડન્ટ અને રાજકોટ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષશ્રી  બિશપ જોશ ચીટ્ટોપારામ્બિલએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રાઇસ્ટ કોલેજના 25 વર્ષ પુર્ણ થાય છે.

જેથી સાયન્સ સિમ્પોઝીયમનું આયોજન કર્યું છે. આ સિમ્પોઝીયમમા વિવિધ કોલેજના 500 થી વધૂ વિધાર્થીઓએ ભાગ લીધો છે. વિધાર્થીઓ સાયન્સ તરફ વધુ પ્રેરાય તેમાં વધુ રુચિ કેળવે તે માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.વિધાર્થીઓ પણ સાયન્સ સિમ્પોસિયમમા ઉત્સાહ ભેર ભાગ લે છે. સમગ્ર પ્રાધ્યાપકર ગણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

વિદ્યાર્થીઓ સાયન્સ તરફ પ્રેરાય તે માટે ઉત્સાહિત વિધાર્થીઓને કરાય છે પ્રોત્સાહિત: રાકેશ મિશ્રા

Vlcsnap 2023 02 06 09H24M42S752

ટાટા ઇન્સ્ટિટયૂટ ફોર જીનેટીક એન્ડ સોસાયટીના ડાયરેકટર રકેશ મિશ્રાએ જણાવ્યું કે ક્રાઇસ્ટ કોલેજ દ્વારા સાયન્સ સિમ્પોઝિયમનું સુંદર કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે. બહોળી સંખ્યામાં વિદ્યાર્થિઓ ઊપસ્થિત રહયા હતા. મારો મુખ્ય મુદ્દો જીનોમ હતો.  મનુષ્યનાં જિનોમ ઉપર થતી વાતાવરણની અસર અને તેના કારણે મનુષ્યનાં આયુષ્ય પર થતી અસરના સંશોધન પર રીસર્ચ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સને લઈને એનેક સવાલ પૂછવામાં આવ્યા. તે પરથી કહી શકાય કે વિદ્યાર્થિઓ પણ સાયન્સ તરફ વધુ રુચિ કેળવે છે. વિદ્યાર્થીઓ સાયન્સમા તરફ પ્રેરાય તે માટે માગેદશેન આપવામાં આવે છે.

 

સાયન્સ સિમ્પોઝિયમમા બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ લીધો ભાગ :ઈવોન ફર્નાન્ડીસ

Vlcsnap 2023 02 06 09H22M20S421

સિમ્પોસિયમ ચેર અને આચાર્યશ્રી ડો. ઈવોન ફર્નાડિસ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે ક્રાઇસ્ટ કોલેજમાં છેલ્લા 13 વષેથી સાયન્સ સિમ્પોસિયમનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળના બે વર્ષ બાદ આ કાર્યક્રમનુ અયોજન કરાયું છે. વિવિધ કોલેજના વિદ્યાર્થિઓએ ભાગ લીધો છે. સિમ્પોઝિયમમા વિધાર્થીઓ પોતાનાં સંશોધનો પોસ્ટર અને ઓરલ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રસ્તુત કર્યાં હતા. આ કાર્યક્રમમા એ ગૃપ અને બી ગૃપના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયના પોસ્ટર રજૂ કર્યા હતાં છે. વિજ્ઞાનના નિષ્ણાંતો દ્વારા માગેદશેન આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.