Abtak Media Google News

લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપના નવા વર્ઝનમાં કેટલાંક નવા ફિચર્સ જોડાયા છે. V 2.18.30માં કેટલાંક ફેરફાર જોવા મળશે. નવા ફિચર અંતર્ગત ફોટોઝ અને વિડિયો પર ટાઇમ અને લોકેશન સ્ટીકર લગાવી શકાશે.

આ નવી અપડેટ iPhone યુઝર્સ માટે છે. જો તમારી પાસે આઇફોન હોય તો તમાપા વોટ્સેપને અપડેટ કરો. અપડેટ કર્યા બાદ તમને નવો વિકલ્પ મળશે. ઉદાહરણ તરીકે જો તમે કોઇને સ્ટીકર ધરાવતા ફોટોઝ અને વિડિયો મોકલવા ઇચ્છતાં હોય તો તમારે કેટલાકં સ્ટેપ્સ ફૉલો કરવાના છે. + આઇકન પર ક્લિક કરીને લાઇબ્રેરી માંથી ફોટો અથવા વિડિયો સિલેક્ટ કરો. તે પછી ઉપર રહેલા ઇમોજી આઇકન પર ટેપ કરો. અહી તમે સ્ટીકર્સ લગાવવાનો ઓપ્શન મળશે. અહી તમે ટાઇમ, ક્લોક અને લોકેશન એડ કરી શકો છો. રિપોર્ટ્સ અનુસાર આ ફિચર એન્ડ્રોઇડ માટે પણ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વોટ્સએપે ભૂલથી બીટા અપડેટમાં એક નવુ ફિચર રોલઆઉટ કરી દીધું હતું. પાછલા કેટલાંક સમયથી કંપની ‘રિપ્લાય પ્રાઇવેટલી’ ફિચર પર ટેસ્ટિંગ કરી રહી છે. આ એક એવુ ફિચર છે જેની મદદથી યુઝર્સ કોઇ ગ્રુપ ચેટમાં પ્રાઇવેટ મેસેજ મોકલી શકશે. આ ઉપરાંત એવા પણ અહેવાલો મળી રહ્યાં હતાં કે જો તમે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંનેનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક તમારા માટે એક ખાસ ફિચર લઇને આવશે. કેટલાંક અહેવાલો અનુસાર કંપની હાલ આ ફિચર્સનું ટેસ્ટિંગ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.