Abtak Media Google News

રામ ગોપાલ વર્માએ ટેનિસની જાણીતી ખેલાડી સાનિયા મિર્ઝાનું આંતરવસ્ત્ર દેખાતું હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શન લખ્યું હતું કે, ‘મારી શૉર્ટ ફિલ્મ ‘મેરી બેટી સની લીઓની બનના ચાહતી હૈ’ જોઈને એક છોકરીએ કોઈને જણાવ્યું કે તેને પોતાની સ્ટોરી યાદ આવી ગઈ. તે ઘણું ઉમદા ટેનિસ રમતી હતી, પણ મોટી થયા બાદ  છોકરીના પિતાએ તેનું ટેનિસ રમવાનું બંધ કરાવ્યું હતું કારણ કે ટેનિસ રમવા માટે ટૂંકુ સ્કર્ટ પહેરવું પડતું હતું.  મારી આ ફિલ્મની કથા એક છોકરીની સેક્સ્યુઆલિટીનો ઉપયોગ તેનાં વિકાસની વિરુદ્ધ કરતા પછાત દિમાગવાળા લોકોને ઉઘાડા પાડવા અંગેની છે.’

રામ ગોપાલ વર્માનાં અકાઉંટ પર ઠગલો બંધ કમેંટ આવી હતી. જેમાં તેઓ ટિપ્પણીઓનો ભોગ બન્યાં હતા. રામ ગોપાલ વર્માએ ગત 27 મે નાં રોજ ટવિટર છોડ્યું હતું.  તેમણે ટ્વિટ કરતાં જણાવ્યુ કે, ”હું ટ્વીટર છોડી રહ્યો છું. મારા બધા ફોલોવર્સે મને આટલા વર્ષો સુધી ફોલો કર્યા તે બદલ આભાર નહીં.’ તેમણે આગળ લખ્યુ, ‘મેં નક્કી કર્યું છે કે, હું હવે તસવીરો અને વીડિયો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર લોકો સાથે વાત કરીશ.” રામુએ આ રીતે વિવાદને જન્મ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.