Abtak Media Google News

કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાનમાં મે ના 15 દિવસમાં 45 થી વધુ વય કરતા 18 થી 44ની વયમાં ત્રણ ગણું વેક્સિનેશન થયું છે. 18 થી વધુ વયના લોકોને રસીનો પ્રારંભ અને સરકાર દ્વારા નિયમોમાં સતત ફેરફાર બાદ 45 થી વધુ વયના લોકોનું રસીકરણ ઘટયું છે.

Advertisement

બીજી બાજુ એપ્રિલ મહિનાના છેલ્લાં 15 દિવસમાં 10518 લોકોએ લીધેલા રસીના પ્રથમ ડોઝની સામે 13446 લોકોએ સેકન્ડ ડોઝ લેતાં સેકન્ડ ડોઝ લેનારા લોકોની સંખ્યા 2928 વધુ હતી. જયારે મે મહિનાના પખવાડિયામાં પ્રથમ ડોઝ લેનારા 29653 લોકોની સામે ફકત 17847 લોકોએ સેકન્ડ ડોઝ લેતા 11806 લોકોનો ઘટાડો નોંધાતા રસીકરણ સામે અનેક સવાલ ઉઠયા છે.

રાજયના અન્ય શહેરોની સાથે જામનગરમાં પણ 1 મે થી 18 થી 44 વયના લોકોને વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત 1 થી 15 મે સુધીમાં કુલ 29653 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જેમાં 18 થી 44 વયના 22685 અને 44 થી વધુ વયના 6968 લોકોનો સમાવેશ થાય છે. આથી 44 થી વધુ વયની સરખામણીએ 15717 યુવાઓએ રસીકરણ વધુ કરાવતા 18 થી 44ની વયમાં ત્રણ ગણું વેક્સિનેશન થયાનું નોંધાયું છે.

જો કે, 18 થી વધુ વયના લોકોને રસીકરણ શરૂ થયા બાદ અને સરકાર દ્વારા રસીકરણના નિયમોમાં સતત ફેરફાર બાદ 45થી વધુ વયના લોકોમાં રસીના સેકન્ડ ડોઝ લેવાનું પ્રમાણ ઘટતા રસીનો આવતો મર્યાદિત જથ્થો કે 18 થી વધુ વયના લોકોને રસી આપવા 45 થી વધુ વયમાં રસીકરણ ઘટાડાયું છે તે સવાલ ઉઠયા છે. 45થી વધુ વયના લોકોને આજે 9 થી 3 દરમિયાન શાળા નં.15-3, ગોમતીપુર કેન્દ્ર, પાણાખાણ આરોગ્ય કેન્દ્ર, ફિઝિયોથેરાપી કોલેજ, નવાગામ કેન્દ્ર, શાળા નં.24/46, વિશ્રામવાડી કેન્દ્ર, બેડી બંદર આરોગ્ય કેન્દ્ર વગેરે ખાતે રસીનો ડોઝ મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.