Abtak Media Google News

૪૫ વર્ષથી વધુ વયનાં નાગરિકોને ઘર બેઠા વેક્સીન આપવા માટે અર્બન હેલ્થ સેન્ટર, ઉપલેટાની ટીમ દરેકના ઘર પર આવશે. જેમાં ૪૫ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને પ્રથમ ડોઝ અને પ્રથમ ડોઝ લીધાને ૮૪ દિવસ થયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવશે.

દરેક ઘરે વેક્સીન આપવાનાં દિવસોમાં વોર્ડમાં નક્કી કરેલ સ્થળોએ પણ આ દિવસે વેક્સીન આપવામાં આવશે. વોર્ડમાં વેક્સીન આપવા માટે નક્કી કરેલ સ્થળો મુજબ તા.૨૯/૦૫ના રોજ વોર્ડ નંબર : ૧ માં શ્રી અ.ર.ઘોડાસરા સ્કૂલ, બસ સ્ટેન્ડ પાછળ, તા.૩૦/૦૫ના રોજ વોર્ડ નંબર : ૨ માં ઉપલેટા નગરપાલિકાનું વાહન ગેરેજ, તા.૩૧/૦૫નાં રોજ વોર્ડ નંબર : ૩ માં ભગવતસિંહ ક્ધયા શાળા, બાવલા ચોક, તા.૦૧/૦૬ના રોજ વોર્ડ નંબર : ૪ માં દરબારગઢ પ્રા.શાળા. દરબારગઢ ચોક, તા.૦૨/૦૬નાં રોજ વોર્ડ નંબર : ૫ માં વિ.વિ. મંદિર હાઇસ્કૂલ, વીજળી રોડ, તા.૦૩/૦૬નાં રોજ વોર્ડ નંબર : ૬ માં તાલુકા પંચાયત કચેરી, જવાહર સોસાયટી, તા.૦૪/૦૬નાં રોજ વોર્ડ નંબર : ૭ માં વસોયા પરિવાર ખોડીયાર મંદિર, તા.૦૫/૦૬નાં રોજ વોર્ડ નંબર : ૮ માં મધુબેન દેસાઇ પ્રા.શાળા, વિક્રમ ચોક, તા.૦૬/૦૬નાં રોજ વોર્ડ નંબર : ૯ માં શ્રી મોહમદ દલ્લા પ્રાયમરી સ્કૂલ ખાતે રસી અપાશે.

ઉપરોક્ત દિવસોમાં બગીચા સામે આવેલ સુરજવાડી ખાતે વેક્સીન આપવાનો કાર્યક્રમ પણ નિયમિત રીતે ચાલુ રહેશે. વય મર્યાદા ધરાવતાં નાગરિકોને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.