મહાસત્તા બનવા તરફના પ્રયાણમાં પર્યાવરણની જાળવણી મોટો પડકાર

 

ભારત મહાસતા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે પણ આ સફરમાં પર્યાવરણની જાળવણી મોટો પડકાર બનવા જઈ રહી છે. દેશમાં પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વિકાસ જરૂરી છે પણ પર્યાવરણના ભોગે વિકાસ એક સમયે અફસોસ બનીને રહી જશે. ભારતમાં ખાસ તો પ્લાસ્ટિક પ્રદુષણમાં મુખ્ય ભાગ ભજવી રહ્યું છે. જેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો માત્ર સરકારના હાથમાં નથી. દેશવાસીઓનો સહયોગ તેમાં ખૂબ જ જરૂરી બને છે.

વિશ્વમાં 2010 થી 2019 સુધી પીએમ 2.5 પ્રદૂષણમાં સૌથી વધુ વૃદ્ધિ વાળા 20 શહેરોમાં 18 શહેર ભારતના છે. અમેરિકા સ્થિત રીસર્ચ ઓર્ગેનાઇઝેશન હેલ્થ ઇફેક્ટ ઓર્ગેનાઇઝેશનએ પોતાના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપી છે.એચઆઇએએ વિશ્વના 7000થી વધુ શહેરોમાં અભ્યાસ કર્યા પછી પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. વાયુ પ્રદૂષણ અને વૈશ્વિક આરોગ્ય અસરોના વ્યાપક અને વિસ્તૃત વિશ્લેષણને આધારે આ દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાં દિલ્હીમાં પીએમ 2.5નો સરેરાશ સ્તર સૌથી વધારે છે. એર ક્વાલિટી એન્ડ હેલ્થ ઇન સિટીઝ નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ક સ્ટડીમાં સામેલ કરાયેલા 7239 શહેરોમાંથી પીએમ 2.5 પ્રદૂષણને કારણે 2019માં 17 લાખ લોકોનાં મોત થયા છે.

ઉપરાંત એશિયા, આફ્રિકા અને પૂર્વ અને મધ્ય યુરોપના શહેરોમાં આરોગ્ય પર તેની સૌથી વધુ અસર જોવા મળી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયામાં પીએમ 2.5 પ્રદૂષણમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે.

ચાઇનામાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સ્ટડીમાં સામેલ 7239 શહેરોમાં 2010થી 2019 સુધી પીએમ 2.5 પ્રદૂષણમાં સૌથી વધુ વૃદ્ધિવાળા 20 શહેરોમાં 18 શહેર ભારતના છે. બે શહેર ઇન્ડોનેશિયાના છે. 2010 થી 2019 સુધી પીએમ 2.5 પ્રદૂષણમાં સૌથી વધુ ઘટાડાવાળા 20 શહેર ચીનના છે.

2019માં સૌથી વધુ વસ્તીવાળા એવા શહેરો કે જ્યાં પીએમ 2.5 પ્રદૂષણને કારણે સૌથી વધુ લોકો બિમાર પડયા તેવા ટોપ ટેન શહેરોમાં દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.દિલ્હી અને કોલકાતામાં 2019માં પ્રતિ એક લાખની વસ્તી પર અનુક્રમે 106 અને 99 લોકોનાં મોત પ્રદૂષણને કારણે થયા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.