Abtak Media Google News

નાણાપ્રધાન નિર્મલા સીતારમન સોમવારથી શરૂ કરશે પ્રિ-બજેટ બેઠકો: તમામ ક્ષેત્રના નિષ્ણાંતો પાસેથી લેવાશે સૂચનો

આગામી બજેટમાં પર્યાવરણ જતનને કેન્દ્રમાં રાખવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે. બીજી તરફ નાણાપ્રધાન નિર્મલા સીતારમન સોમવારથી પ્રિ-બજેટ બેઠકો શરૂ કરવાના છે. જેમાં તમામ ક્ષેત્રોના નિષ્ણાંતો પાસેથી સૂચનો લેવામાં આવશે.

Advertisement

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સોમવાર, 21 નવેમ્બરથી પ્રી-બજેટ બેઠકો શરૂ કરશે.  પરંપરાગત રીતે, નાણામંત્રી બજેટ પહેલા વિવિધ હિતધારકો સાથે બેઠક કરે છે.  સીતારામન 21 નવેમ્બરે ઇન્ડસ્ટ્રી ચેમ્બર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને પર્યાવરણ નિષ્ણાતો સાથે ત્રણ ગ્રુપ મીટિંગ કરશે.  આ બેઠકો વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કરવામાં આવશે, જેમાં 2023-24ના સામાન્ય બજેટ માટે વિવિધ પક્ષો પાસેથી સૂચનો માંગવામાં આવશે.

આ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.  આ પછી, નાણામંત્રી 22 નવેમ્બરે કૃષિ અને એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગ, નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારના પ્રતિનિધિઓને મળશે.ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ અને અર્થશાસ્ત્રીઓ સાથે તેમની પ્રી-બજેટ મીટિંગ 28 નવેમ્બરે યોજાવાની છે. આ તમામ મીટિંગ દરમિયાન સહભાગીઓ 2023-24ના સામાન્ય બજેટ વિશે સૂચનો આપશે.

નાણામંત્રી સીતારમનનું પાંચમું બજેટ હશે

આગામી વર્ષના બજેટમાં ઊંચો ફુગાવો, માંગમાં વધારો, રોજગારીનું સર્જન અને અર્થતંત્રને સતત 8%થી વૃદ્ધિના માર્ગ પર પાછા લાવવા જેવા મહત્વના મુદ્દાઓને સંબોધવામાં આવશે.  આ મોદી 2.0 સરકાર અને સીતારમણનું પાંચમું બજેટ હશે અને એપ્રિલ-મે 2024માં થનારી સામાન્ય ચૂંટણીઓ પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ હશે.

1 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ થશે

નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે.  સૂત્રોએ જણાવ્યું કે 2023-24ના સામાન્ય બજેટમાં જળવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, કારણ કે ભારતે 2070 સુધીમાં ચોખ્ખી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.