Abtak Media Google News

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં કોંગો ફિવરનાં કારણે ચારના મોત: ૧૧ દર્દીને સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ બ્લડ સેમ્પલ પૂના મોકલાવાયા

 

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થયા બાદ સર્વત્ર રોગચાળાએ માથુ ઉંચકયું છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે મહામારી સ્વાઈનફલુથી પણ ભયંકર કોંગો ફીવરના શંકાસ્પદ કેસો સામે આવતા અને ભાવનગર, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં ગત અઠવાડીયે કોંગો ફીવરના શંકાસ્પદ ચાર દર્દીઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.

હળવદ પંથક જાણે કોંગો ફીવરનું એ.પી. સેન્ટર હોય તેમ વધુ ૧૧ કેસ કોંગો ફીવરનાં સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગઈકાલે ‘અબતક’ દ્વારા કોંગો ફીવરને લઈ ભીતી વ્યકત કરવામાં આવી હતી. કે ભયંકર રોગ કોંગો ફીવર સૌરાષ્ટ્રને ભરડો લઈ લેશે જેને કારણે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગ ‚પે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા બે દિવસમાં હળવદ માળીયા હાઈવે પર આવેલ સીમેન્ટ ફેકટરીમાં કામ કરતા એક શ્રમીકનું કોંગો ફીવરની શંકાએ શંકાસ્પદ મોત નિપજયું હતુ જયારે ગઈકાલે સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ કોંગો ફીવરનાં શંકાસ્પદ બે દર્દીઓનાં મોત થયા હતા. જયારે હળવદ પંથકના વધુ ત્રણ કેસ શંકાસ્પદ કોંગો ફીવરના હોવાનીશંકાએ દર્દીઓનાં રીપોર્ટ કરવામાં આવ્યા હતા. અને બંને દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. હળવદ પંથક જાણે કોંગો ફીવરનું એ.પી. સેન્ટર હોય તેમ આજે વધુ ૧૧ કેસો કોંગો ફીવરનાં જોવા મળતા તમામ દર્દીઓને રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ સીવીલનાં સ્વાઈનફલુ વોર્ડની પાસે આવેલા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓમાં ધર્મરાજ રામચરણ, શૈલેષ શ્રીરામ, દેવરાજ રામચરણ, રોહિત અશોકભાઈ, મોન્ટુ રાસ્તાંગી, સુદર્શન ત્રિપાઠી, રામવિનયમા, રાજકરન કશ્ર્ચનપ્રસાદ, બલરામ ફઉલચંદ, રામદેવ ઈન્દ્રભાઈ, ધમેન્દ્રગીરી બલરામગીરીને ગઈકાલે બપોરનાં સમયે હળવદ મોરબીથી રાજકોટ સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરવામાં આવેલા તમામ ૧૧ દર્દીને કોંગો ફીવરની શંકાએ બધાના બ્લડ સેમ્પલ માઈક્રો બાયોલોજી વિભાગે લીધા હતા. અને ચકાસણી માટે તમામના સેમ્પલ પુનાની વાયરોલોજી ડીટેકશન લેબમાં મોકલવામા આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.