Abtak Media Google News

નિફા નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટમ એન્ડ એકટીવીસ્ટસ ગુજરાત બ્રાન્ચ દ્વારા પ્રથમ કાર્યકારણી મીટીંગ અમદાવાદ ખાતે યોજાઈ આ મીટીંગમાં ગો ગ્રીન પ્રોજેકટને ગુજરાતનાં તમામ ૩૩ જિલ્લાઓમાં પહોચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો પ્રદેશ પ્રમુખ પંકજકુમાર ઝાલાના માર્ગદર્શન હેઠળ ગુરૂનાનક જન્મજયંતિ સંદર્ભે આંતરરાષ્ટ્રીય સદભાવના યાત્રાના ગુજરાત આગમન વડોદરા, ભરૂચ, અમદાવાદ અને કચ્છના લખપત ગુજરાત ટીમ દ્વારા યાત્રાની મેજબાની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હાર્મની ૧૯માં ગુજરાતની સહભાગીતા સંદર્ભે એક જિલ્લામાંથી ૨૦ થી ૨૫ યુવા ભાઈ બહેનોની ટીમના સિલેકશન સંદર્ભે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

૧૫૦મી ગાંધી જન્મ જયંતિની ઉજવણી સંદર્ભે ૧૫૦ બાઈકોની યાત્રા અમદાવાદથી પોરબંદર સુધી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ કાર્યક્રમના આયોજન સંદર્ભે એક કમીટીની રચના કરવામાં આવી પ્રદેશ દ્વારા ચાર યુવાનેતૃત્વ તાલીમશિબિરો યોજવાનું નકકી કરવામાં આવ્યું આ મીટીંગમાં નિફા ગુજરાતનાં ૧૩ જેટલા જિલ્લા યુનિટોનો પ્રમુખો અને મહામંત્રીઓએ હાજરી આપી હતી. રાજકોટ જિલ્લામાંથી પ્રમુખ વનિતા રાઠોડ અને હિરલબેન વાંભણીયાએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.