Abtak Media Google News

વેક્સિન વિતરણનો એક્શન પ્લાન તૈયાર

પીએચસી અને સીએચસી સેન્ટરોમાં પોલિયોની જેમ બુથ ઉભા કરાશે: વેક્સિન આવતા વેંત તુરંત જ વિતરણની પ્રક્રિયા થઈ શકે તેવું ટોપ ટુ બોટમ પ્લાનિંગ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેકસીન વિતરણનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.જેમાં જિલ્લામાં ૧૬૩ ડીપ ફ્રીઝ અને ૭૫૦ વેક્સિનેટરને સજ્જ કરવામાં આવ્યા છે. જેથી વેકસીનનો બરાબર રીતે સંગ્રહ થઈ શકે અને તેને વ્યવસ્થિત રીતે લોકો સુધી ફોવહાડી શકાય. આમ વહીવટી તંત્ર દ્વારા ટોપ ટુ બોટમ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

કોરોનાના વેક્સિન ના ટ્રાયલ હાલ ચાલી રહ્યા છે. જેમાના અમુક અંતિમ તબક્કામાં છે. જેને લઈને રાજ્ય સરકારની સૂચનાથી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અત્યારથી જ વેકસીન વિતરણ અને સંગ્રહની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે મહદ અંશે પૂર્ણતાના આરે છે.

જેની વિગતો જોઈએ તો વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ૭૯ ડીપ ફ્રીઝ જે -૨૫થી ૩૦ સેલ્શિયસ સુધીનું તાપમાં જાળવી શકે છે અને આઈએલઆર પ્રકારના ૮૪ ફ્રીઝ જે -૮ ડીગ્રીનું તાપમાન જાળવી રાખે છે.

આ ઉપરાંત ૭૫૦ જેટલા આરોગ્ય કર્મચારીઓને વેકસીનેટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. જે લોકોને વેકસીન આપશે. વધુમાં સરળતાથી લોકો સુધી વેકસીન પહોંચે તે માટે પીએચસી અને સીએચસી કેન્દ્રો ખાતે બુથ ઉભા કરવામાં આવશે.

હાલ તો વહીવટી તંત્ર દ્વારા વેકસીનને લઈને ટોપ ટુ બોટમ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

હવે બસ વેકસીન આવે તેટલી જ વાર છે.

બીજા તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરનાને વેકસીન અપાશે: કલેકટર રેમ્યા મોહન

Remya Mohan

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટ શહેર – જિલ્લાની તમામ સરકારી – ખાનગી કોવિડ હોસ્પિટલના તમામ ડોકટરો, નર્સ, હેલ્થ વર્કરો, સફાઇ કામદાર, કોમ્પ્યુટર ઓપરેટરો વિગેરે થઇને કુલ ૮૫૦૦ લોકોને પ્રથમ તબક્કામાં રસી અપાશે. જ્યારે બીજા તબક્કામાં ૫૦થી ઉપરના લોકોને આવરી લેવાશે. આ માટે મતદાર યાદીનો આધાર લેવાશે અને તે માટે ચૂંટણી પંચની મંજૂરી લઇ કાર્યવાહી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.