ફૂલની ફોરમની જમાવટ કરવા કોર્પોરેશન ફૂલબજાર ધમધમતું કરશે

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલતા મ્યુનિસિપલ કમિશનર ૫૦ લાખના ખર્ચનો અંદાજ

રાજકોટમાં ફૂલનું માર્કેટ ખુબ મોટુ છે પણ ફૂલના ધંધાર્થીઓને ફુટપાથ ઉપર ફુલ વેચવા પડી રહ્યા છે. કમનશીબે આજુબાજુના તમામ જિલ્લાઓ જયાંથી ફૂલ ખરીદે છે તે શહેરમાં ફૂલ રઝળી પડયા છે ત્યારે હવે ફૂલના ધંધાર્થીઓની વ્હારે તંત્ર આવ્યું છે અને ફૂલબજાર બનાવવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં ફૂલ બજાર બનાવવાનો પ્રોજેક્ટ બજેટમાં મૂકવામાં આવે છે પરંતુ આ પ્રોજેક્ટ ક્યારેય ફાઇલોમાંથી બહાર નીકળી સાકાર થયો નથી દરમિયાન શહેરના વોર્ડ નંબર ૭માં રામનાથપરા વિસ્તારમાં તાજેતરમાં ઢોર ડબ્બાની જગ્યા ખાલી થવા પામી છે અહીં કોર્પોરેશન દ્વારા રૂપિયા ૫૦ લાખના ખર્ચે ફૂલ બજાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે અંગે ખર્ચ મંજુર કરવા કરવા મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ફૂલ બજાર શહેરના પારેવડી ચોક વિસ્તારમાં ભરાય છે અહીં વહેલી સવારથી જ સવારથી જ વેપારીઓએ વેપારીઓ ફૂલોના ઢગલા ખડકી દે છે જેના કારણે સવારના સમયે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે કાયમી ધોરણે આ સમસ્યાનો નિકાલ આવે તે માટે મહાપાલિકા દ્વારા દ્વારા દર વર્ષે બજેટમાં ફુલ બજાર માટે નો પ્રોજેક્ટ મૂકવામાં આવે છે પરંતુ તે સાકાર થતો નથી થતો નથી તાજેતરમાં તાજેતરમાં ઢોર ડબ્બા ની જગ્યા ખાલી થવા પામી છે અને આ જગ્યા ફૂલ બજાર બનાવવા માટે તમામ રીતે તમામ રીતે યોગ્ય જણાતાં અહીં ૫૦ લાખના ખર્ચે ફૂલ બજાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખર્ચ મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા દરખાસ્ત મોકલી દેવામાં આવી છે આગામી સપ્તાહમાં સ્ટેન્ડિંગ કમિટીની કમિટીની બેઠકમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં લેવામાં આવશે ફૂલ બજાર માં કેટલા વેપારીઓનો સમાવેશ થશે ભાડું રાખવામાં આવશે તેનો નિર્ણય આગામી દિવસોમાં કરાશે.