Abtak Media Google News

જિલ્લાના 638 ગામોની સંપૂર્ણ કોરોના રસીકરણ કરી સુરક્ષિત

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે તેમજ ખાસ કરીને કોરોના જેવી મહામારીના સમયે આરોગ્ય વિભાગ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાની જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્ય વિભાગે સતત 24 કલાક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ સાથે જિલ્લામાં કોરોના રસીકરણ અંગે જનજાગૃતિ માટે પણ સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો થી અત્યાર સુધીમાં 18 વર્ષના  92.22 ટકા નાગરીકોને પહેલો ડોઝ  અને 95.18 ટ્કા નાગરિકોને કોરોના રસીના બંન્ને ડોઝથી સુરક્ષિત કરાયા છે. સાબરકાંઠાના 638 ગામોની સંપૂર્ણ કોરોના રસીકરણ કરી સુરક્ષિત કરાયા છે.

આ સાથ કોરોનાની સંભવીત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે જિલ્લામાં 13 જેટલા ઓક્સિજન પ્લાન્ટ અને 236 જેટલો ઓક્સિજન કોન્સનટ્રેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે બાળકો માટે 76 જેટલા નવા બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 153 આઇસીયુ બેડ તથા 1372 જેટલા ઓક્સીજન બેડ ઉપર કરવામાં આવ્યા છે. જેમાં 79 જેટલા બેડમાં વેન્ટીલેટર સાથેની સુવિધા યુક્ત છે.

સંજીવની અને ટેલિમેડીસીન દ્રારા રાજ્ય અને સાબરકાંઠાના દર્દીઓની સેવા આપવામાં આવે છે. જેમાં દર્દી ઘેર બેઠા સલાહ અને દવાઓની માહિતી પ્રાપ્ત કરી શકે છે. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી દવા લઈ શકે છે. આ સાથે જિલ્લામાં 28 જેટલી ધનવંતરી ટીમ તથા પાંચ સંજીવની રથ  દ્રારા દર્દીઓને સારવારમાં કાર્યરત હતા. આ ટીમો દ્વારા 70 ટકા કોન્ટેક્ટ  ટ્રેસિંગનું કામ કરવામાં આવ્યું હતું. જન સમુદાયમાં કોવીડ  અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.