Abtak Media Google News

નવનિર્મિત ખેતીવાડી ઉત્‍પાદન બજાર  સમિતિ  કપરાડા સેટીંગઅપ ઓફ મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્‍ટર નાનાપોંઢાનું લોકાપર્ણ કરતા રાજય સહકારમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા , વાપી રોડ ખાતેના નવનિર્મિત ખેતીવાડી ઉત્‍પાદન બજાર  સમિતિ  કપરાડા  સેટીંગઅપ ઓફ મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્‍ટર નાનાપોંઢાનું લોકાર્પણ રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ (સ્‍વતંત્ર હવાલો) અને વાહન વ્‍યવહાર રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતુ. આ અવસરે ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ ગાંધીનગર ના અધ્‍યક્ષશ્રી રમણભાઇ પટેલ(જાની) ઉપસ્‍થિત રહયા હતા.

Img 8851        આ અવસરે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, કૃષિ મહોત્‍સવ થકી  ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. ખેત ઉત્‍પાદન ૯૦૦૦ કરોડથી વધીને ૧.૨૫ લાખ કરોડનું થયુ છે. ત્‍યારે ખેત ઉત્‍પાદનને બજાર કિંમત મળી રહે તે માટે રાજય સરકારે  માર્કેટ યાર્ડ બનાવીની વેચાણ વ્‍યવસ્‍થાની સવલતમાં વધારો કર્યો છે. રાજયમાં ૨૧૭ માર્કેટ યાર્ડ  અને ૧૮૩ સબ માર્કેટ યાર્ડ થકી ખેત ઉત્‍પાદનોનું વેચાણ થાય છે. માર્કેટ યાર્ડ થકી વેચાણ વ્‍યવસ્‍થા ઉભી થવાથી  ખેડૂતોનું શોષણ થતુ અટકયું છે. ખેત ઉત્‍પાદનનું સારૂ વળતર મળવાથી ખેડૂતો આર્થિક રીતે સધ્‍ધર બન્‍યા છે.  માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સ્‍વપ્‍ન  જરૂર પુરૂ થશે તેમ જણાવ્‍યું હતું.

ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડના ના અધ્‍યક્ષશ્રી રમણભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં માર્કેટ યાર્ડ થકી વેચાણ વ્‍યવસ્‍થાએ નવી ઓળખ ઉભી કરી છે. કેન્‍દ્ર અને રાજય સરકારના સહયોગથી  દરેક માર્કેટ યાર્ડ ખાતે જમીન ચકાસણીની લેબ શરૂ કરાશે.

વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલ, પારડીના ધારાસભ્‍યશ્રી કનુભાઇ દેસાઇ, ધરમપુરના ધારાસમ્‍યશ્રી અરવિંદભાઇ પટેલે પ્રાસંગોચિત્ત પ્રવચનો કર્યા હતા. આ અવસરે જિલ્લા કલેકટર શ્રી સી.આર.ખરસાણે  માર્કેટ યાર્ડમાં વેચાણ સાથે ઇ-ઓકશનથી  વેચાણ કરવા તેમજ ખેતી સાથે પશુપાલનનો પુરક વ્‍યવસાય કરવા જણાવ્‍યું હતું.

Img 8885

ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિના ચેરમેન  અને કપરાડાના ધારાસભ્‍યશ્રીજીતુભાઇ ચૌધરીએ સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકારી જણાવ્‍યું હતુ કે આ માર્કેટયાર્ડ થકી કપરાડાના ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો હરાજી થકી મળી રહેશે. આદિવાસી ખેડૂતો માટે એક નવી તક સાંપડશે

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.પી. દેસાઇ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઇ, ખેતીવાડી ઉત્‍પાદન બજાર સમિતિના વાઇસ ચેરમેન રતનભાઇ થોરાટ સહિત સહકારીક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ ખેડૂતો અને વેપારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.