Abtak Media Google News

દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ

અહેસાસોને જો ધીરેથી સાંભળી અને સંભાળીએ તો વિપરીતતામાં પણ જરૂર સુખ સાંપડશે…

ધરતીરૂપી વિશાળ ફલક પર અનેક જીવો વસવાટ કરે છે. પ્રકૃતિના સાનિઘ્યમાં ઉડીને આંખે વળગે તેવા રંગબેરંગી પતંગિયાથી માંડીને માનવ મહેરામણની ભરમાર છે. ત્યારે પરમાત્માએ દરેકને દ્રષ્ટિ તો એક સરખી પ્રદાન કરી છે. જયારે દ્રષ્ટિકોણ અલગ અલગ છે. ટુંકમાં એમ કહી શકાય કે પરમાત્મા સર્જીત પૃથ્વી તો એક જ છે. દુનિયાનો એક છે પણ દરેકની પોતાની પણ એક અલગ દુનિયા છે. તેમ કહેવામાં કંઇ અતિશયોકિત નથી.

કયારેક નવી વસાહતોમાં સન્નમાટો ગુંજે છે, તો કયારેક જુની વેરાન વસતીઓમાં યાદો ધડકે છે. કયાંક સુના મન, નિ:રસ આંખો બારી ઝરુખેથી ડોકિયુ કરે છે. તો વળી કયાંક તૂટેલી સીડીની નીચેથી હશ્રિત પીપળો ડોકિયુ કરતો મળી આવે છે.

Aw

દરેક નજરમાં આશાઓ અને ઉમીદ છે, કયાંક બેચેન, કયાંક થાકેલી પણ આવનારા સમય માટેની આશાઓ જરુર છે અને આ દરેકને ઓળખી બતાવાને જ તો દ્રષ્ટિકોણ કહે છે અને તેમાં જ નવસૃજનના ઉત્સાહનો આધાર સમાયેલો છે. પંખીઓમાં પણ દ્રષ્ટિ કોપની ભાવના જોવા મળે છે. જેમ કે પંખીઓ પણ શુકુન મળે તેવી જવ્યા શોધે છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમામ મુદ્દાના પેટાળમાં દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ સમાયેલો છે. દરેકના વિચારો અને સમજણ અલગ અલગ હોય છે. અનુભવ અને ઇચ્છાઓને જો મોકો આપવામાં આવે તો કદાચ અસંખ્ય નજારોની દરિયાઓની સૈર આપણું મન આપણને કરાવી છે. પ્રકૃતિ જયારે પોતાનો મિજાજ બદલે છે ત્યારે જીવ માત્ર પોતાનો કિરદાર બદલી નાખે છે. સુરજના અસલી મિજાજમાં છાયડો ભલો લાગે છે. છાયડો ધ્રુજાવે ત્યારે સુરજની કૂણી હુંફ ગમતી હોય છે. પ્રકૃતિના બદલાતા મિજાજ સાથે માનવમનનો કિરદાર અને દ્રષ્ટિકોણ બદલાય છે.

625 01094006En Masterfile

જીંદગીની જંજાળમાં કોઇ ખામોશ રહીને બધુ સહીને પણ આનંદ માણે છે:, તો કોઇને રેશમના બિછાને પણ ઉૅઘની ગોળીઓ લેવી પડે છે.

જીવનમાં પતપતિ આશા, નિરાશા, ભાવ, ભાવના, વગેરે દરેકનું કારણ માનવમન છે. અહેસાસોને ધીરેથી સાંભળી અને સંભાળીએ તો સુખ કંડારાયેલું જરુર સાંપડે છે. બસ તેમાં જરુર માત્ર સમજણની અને ધીરજની જ હોય છે. જો દરેક વ્યકિતના જીવનમાં આ બન્ને તત્વો સામેલ થઇ જશે તો જીવનનો દ્રષ્ટિકોણ સકારાત્મક દિશા તરફ વળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.