Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નમ્રમુનિ મહારાજ સાહેબ સો વાર્તાલાપ કરી આશીર્વાદ લીધા

આવા ભાવ ભર્યા શબ્દોી રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિમ હારાજ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી સો આ જે વીડિયો કોન્ફરન્સી વાર્તાલાપ કરતા આશીર્વાદ આપ્યા હતા.

Whatsapp Image 2020 04 30 At 12.19.00

સાધુ સાધ્વીજીની શાતા પૂછતા  વિજયભાઈ રૂપાણીએ પોતાના ભાવ દર્શાવતા ગુજરાતના ખૂણે ખૂણેી સરકારના પ્રયાસોની જાણકારી આપી હતી. આ પાવન ક્ષણે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીી લઇને દરેક રાજ્યના મુખ્યપ્રધાનો, ડોકટરો મિડિયા જગત પોલીસો સફાઈ કામદારો અને પ્રશાસનના દરેક વ્યક્તિની સેવા મહેનત અભિનંદનને પાત્ર છે. વિજયભાઈ રૂપાણીને હળવા શબ્દોમાં રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે કહ્યું કે આખી દુનિયા અત્યારે મુહપતી પહેરીને સનકવાસી જેન બની ગઈ છે.

પ્રભુ મહાવીર સુપર જ્ઞાની હતા માટે મુહપટી એટલે કે માસ્ક, અવગ્રહ એટલે કે બીજાી સાડાત્રણ ફૂટ દૂર રહેવું સોશ્યલ ડિસ્ટન્સ , ગરમ પાણી પીવાી તા લાભ, રાત્રિ ભોજન ત્યાગના સિદ્ધાંતો આપીને જગતના સર્વજીવોની અહિંસા દયાપાળવાનો ઉપદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લાના તુના બંદરે થઇ જીવતા પશુની નિકાસ બંધ કર્યાની વાત કરતા રાષ્ટ્રસંત પરમ પૂજય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આનંદ વિભોર થઇને સમગ્ર અહિંસા પ્રેમી ભાવિકો તરફથી અભિનંદન અર્પણ કરેલ. લગભગ ૯ મિનિટ સુધી ચાલેલા આ સંવાદમાં વારંવાર નમ્રમુનિ મહારાજ સાહેબને વંદન સાથે વિજયભાઇ રૂપાણીએ સાધુ સાધ્વીજી ભગવંતોની શાતા પૂછી તેમને કોઇ તકલીફ નથી ને? તેવી ખેવના વ્યકત કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.