Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં દીકરીનો જન્મ દર દેશમાં ત્રીજા ક્રમે : 1 હજાર પુરુષો સામે સ્ત્રીની સંખ્યા 909

આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખુબ જ ઝડ5થી પ્રગતિ કરી રહયો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.

Advertisement

સમગ્ર ભારતમાં દીકરીઓની શિક્ષત બનાવવા અને દીકરી ભુણ હત્યા દુર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે. સમાજમાં નારી ભૃણહત્યાનું દુષણ ઝડ5થી પ્રસરી રહયુ છે. આ સમસ્યા 5ર ગંભીર ચિંતન કરી તેના વિરૂદ્ઘ ઝૂંબેશ ઉઠાવવા આ5ણે સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ 5રિસ્થિતિ સર્જશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આ5ણે કલ્પના 5ણ કરી શકીશુ ?

દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ  સંભવિત નથી.  માતા, બહેન, 5ત્ની વગેરે સ્ત્રી સબંઘોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવ ને જન્મ આપી શકે. મૃત 5દાર્થમાંથી કદી જીવન ન સંભવે. ત્યારે મુખ્યત્વે 22-22 વર્ષે પણ બેટી બચાવ ની બુમરાડ વચ્ચે ગુજરાત દીકરીઓ બચાવવામાં છેવાળાના ક્રમે આવ્યું છે હાલ જે આંકડો બહાર આવ્યો તેમાં 1000 પુરુષોની સામે 909 સ્ત્રીઓ જ છે જે ખરા અર્થમાં ભવિષ્ય માટે ખતરે કી ઘંટી ગુજરાત રાજ્ય માટે સાબિત થશે.

હાલ જે માનસિકતા જોવા મળી રહી છે તેનાથી ઘણી ખરી અસર આ જન્મદર ઉપર પણ જોવા મળે છે સરકારે બેટી બચાવો અભિયાન ને વર્ષ 2001 થી શરૂ કરવામાં આવ્યો હતો તેને 22 વર્ષ વીતી ગયા પછી પણ જે જાગૃતતા સમાજમાં આવી જોઈએ તે આવી નથી પરિણામે સ્ત્રી નો જન્મ દર ખૂબ જ ઓછો છે ત્યારે ગુજરાતની સરખામણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ આંકડો ઘણો સારો છે. આ વાતની ગંભીરતા હવે સરકાર અને ગુજરાતના નાગરિકોએ લેવી અનિવાર્ય છે જો આ સ્થિતિને કાબુમાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવિત થશે અને તે સમયે તેનું નિવારણ લાવવું અત્યંત કપરું બનશે.

સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતા રાખવામાં આવે તો જ દીકરીનો જન્મ દર વધશે : ડો. યોગેશ જોગસન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડોક્ટર યોગેશ જોગસને જણાવ્યું હતું કે, જ્યાં સુધી સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતા રાખવામાં નહીં આવે ત્યાં સુધી દીકરીનો જન્મદર નહીં વધે બીજી તરફ હાલ પુરુષોમાં સ્ત્રી પ્રત્યે જે પ્રિજય જોવા મળી રહ્યું છે તેના કારણે પણ આ અસમાનતા થઈ છે. વધુમાં ડોક્ટર યોગેશ એ જણાવ્યું હતું કે સરકારે ખૂબ સારા પ્રયત્નો કર્યા હતા જેમાં બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનને અમલી બનાવ્યું હતું પરંતુ જે ગંભીરતાથી તેની અમલવારી થવી જોઈએ તે થઈ શકી ન હતી.

હાલના તબક્કે યુનિવર્સિટી અને શિક્ષણ ક્ષેત્રે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું મહત્વ વધ્યું છે અને તેની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે જે સૂચવે છે કે જો સમાન હક સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં આપવામાં આવે તો આ સ્થિતિમાં સુધારો આવશે. ગામડામાં બેટી પઢાવો અને બેટી બચાવો યોજનાથી પુરુષોની માનસિકતામાં ઘણો બદલાવ જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.