Abtak Media Google News

‘ગુજરાત કી હવા મેં ધંધા હૈ…’ ગુજરાતીઓ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ધંધાદારી સાહસ અને વ્યવસાયીક કોઠાસુઝમાં સૌથી આગળ રહે છે. પછી તે ગલીના ચોરાહ પર આવેલી કરિયાણાની નાની દુકાન હોય કે, ગુજરાતીની આગેવાનીમાં ચાલતી કોર્પોરેટ કંપનીઓ કપરાકાળમાં પણ ધંધો કરી જાણવો અને ખરાબ પરિસ્થિતિમાં નફો કેમ રળવો તે ગુજરાત અને ગુજરાતીઓના લોહીમાં જ છે. વિકટ પરિસ્થિતિમાં ગુજરાતી કંપનીઓએ માર્કેટ કેપિટાઈઝેશનમાં 3 ગણો વધારો મેળવીને સાબીત કરી દીધુ કે ગુજરાત કી હવા મેં ધંધા હૈ…

ભારતીય મુડી બજારમાં રોકાણકારો અને કંપનીઓમાં ગુજરાત અને ગુજરાતીઓનો દબદબો રહેલો છે. તાજેતરમાં જ આવેલા એક માર્કેટ સર્વેમાં ગુજરાતી કંપનીઓએ કપરાકાળમાં પણ 5 બીલીયન ડોલર એટલે કે, 36500 કરોડથી વધુનું માર્કેટ કેપિટાઈઝેશનમાં વધારો કરવામાં સફળતા મેળવી છે. કપરાકાળમાં જ્યારે ધંધો ટકાવી રાખવો મુશ્કેલ લાગતો હતો અને વૈશ્ર્વિક કોર્પોરેટ જગતમાં નાના-મોટા આંચકા અને કંપનીના પ્રોફીટ લીસ્ટીંગમાં ગાબડા પડી રહ્યાં છે તેવા સંજોગોમાં ગુજરાતની લીસ્ટેડ કંપનીઓમાં 36500 કરોડ એટલે કે, ત્રણ ગણો વધારો નોંધાયો છે.

કોંગ્રેસમાં યાદવાસ્થળી યથાવત, પાઈલોટ ફરી રાજસ્થાનને ઉડાળશે !!

ગુજરાતની કંપનીઓ 5 બીલીયન ડોલરની માર્કેટ કેપની કલબમાંથી હવે 10 બીલીયનની કલબમાં જવા તરફ પ્રયાણ કરી ચૂકી છે. ગુજરાતની અગ્રણી કંપનીઓમાં એજીએલ 27.1, એઈએલ 24.6, એટીજીએલ 24.6, એપીએલ 8, જાયડન્સ ક્રેડીલા 8.8, જીડીએલ 8.6 અને એસ્ટ્રાલમાં 5.3 બીલીયન ડોલરનો વધારો નોંધાયો છે. ગુજરાતી કંપનીઓ 5 બીલીયન ડોલરની કલબમાં નોંધાયેલી કંપનીઓમાં ગુજરાત ગેસ લીમીટેડ, એસ્ટ્રલ લીમીટેડ, અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ, અદાણી ટોટલ ગેસ લીમીટેડ, અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડ, અદાણી પાવર લીમીટેડ અને ક્રેડીલા હેલ્થ કેર લીમીટેડનો સમાવેશ થાય છે.

કંપની માર્કેટ નેટવર્થ અને નફો મેળવવામાં ગુજરાતના તમામ જુથોમાંથી અદાણીનો હાથ સૌથી ઉંચો રહ્યો છે. 4 કંપનીઓમાં એસ્ટ્રાલ, જીજીએલ, એજીએલ અને એટીજીએલની 5 બીલીયન કલબમાં એન્ટ્રી થઈ છે અને આ કંપનીઓ હવે 10 બીલીયન ડોલરની કલબમાં જવા તૈયારી કરી રહી છે. અદાણી ગ્રુપ 2015માં મુડી બજારમાં પ્રવેશ્યું છે અને એક બાદ એક ક્ષેત્રને સર કરીને પોતાનું નેટવર્ક અને નેટવર્થ વધારી રહ્યું છે. ગુજરાતની બે જાયન્ટ કોર્પોરેટ કંપનીઓમાં અંબાણી ગ્રુપની રિલાયન્સ અને અદાણી જુથની કંપનીઓ એક રેલના બે પાટાની જેમ એક જ દિવસમાં પણ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરી રહી છે.

ગુજરાતી કંપનીઓ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 5 બીલીયન ડોલરના નેટવર્થમાં પ્રવેશ કરી હતી. તેમાં અદાણી પોર્ટ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લીમીટેડ, અદાણી ટ્રાન્સમિશન લીમીટેડ અને ટોરેન્ટ પાવર લીમીટેડનો સમાવેશ થઈ રહ્યો છે.

એક તરફ સમગ્ર વિશ્ર્વમાં ઔદ્યોગીક પડકારો અને વ્યવસાય ટકાવી રાખવાનો જ્યારે પ્રશ્ર્ન હતો ત્યારે ખરાબ સમયમાં પણ ગુજરાતમાં મુળ ધરાવતી કંપનીએ માત્ર ધંધો ટકાવારી નથી રાખ્યો પણ નફામાં પણ ત્રણ ગણો વધારો કરવામાં સફળતા મેળવી છે. અમદાવાદની અદાણી ગ્રુપ નાટ્યાત્મક રીતે બંદર, એરપોર્ટ, પુન:સર્જીત ઉર્જા, પાવર ટ્રાન્સમિશનથી લઈને રોડ બાંધકામ, શહેરી ગેસ વિતરણ વ્યવસ્થામાં પોતાનો હાથ અજમાવીને સફળ બની છે.

ગુજરાતની કંપનીઓમાં ફાર્માસ્યુટીકલ સેકટર પણ કોરોના કટોકટીમાં વ્યવસાય વિકસાવવા માટે વૈશ્ર્વિક સ્તરની સફળતા મેળવી છે. જેમાં ક્રેડીલા હેલ્થકેર અને ટોરેન્ટ ફાર્મા સૌથી વધુ ફાવી ગઈ છે. ક્રેડીલા હેલ્થ કેર જાયડન્સ ક્રેડીલાના નામથી જાણીતી છે તે કોવિડ-19ની રસી અને કોરોના સંબંધીત દવાના ઉત્પાદનમાં સૌથી આગળ નીકળી હોવાનું સ્ટોક એનાલીસીસ નિષ્ણાંત નિલેશ કોટકે જણાવ્યું હતું.

એસ્ટ્રાલ પણ એક આગવી બ્રાન્ડ નેમ તરીકે આગળ વધી રહી છે અને માર્કેટ કેપમાં તે સૌથી આગળ છે. જીજીએલ સ્ટોક પણ રોકાણકારો અને ઉપભોગતાઓ માટે નેચરલ ગેસ ક્ધજપ્શનના બિઝનેશમાં સૌથી આગળ વધી રહી છે. અનેક ગુજરાતી કંપનીઓ બિલીયન ડોલરના વધારામાં જાણીતી બની છે. 22 કંપનીઓ 5 બીલીયન ડોલરથી આગળ વધીને 10 બિલીયન ડોલરની કલબમાં એન્ટ્રી લઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.