Abtak Media Google News

શોર્ટ વીડિયો એપ્સનો ક્રેઝ ચરમસીમાએ: ક્ધટેન્ટ ક્રિએટરને પણ બખ્ખા થઈ જશે આગામી દિવસોમાં જાહેરાતો માટેનું મોટું માધ્યમ બનશે શોર્ટ વીડિયો એપ્સ

હાલ જે રીતે ભારતમાં શોર્ટ વિડીયો એપનો ક્રેઝ વધી રહ્યો છે તે જોતા મોજ અને જોશ જેવી શોર્ટ વિડિયો એપ્સનું માર્કેટ 2030 સુધીમાં 19 બિલિયન ડોલર એટલે કે દોઢ લાખ કરોડ રૂપિયાએ પહોંચશે તેવી શકયતા મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગ ફર્મ રેડસીર ક્ધસલ્ટિંગના અહેવાલમાં દર્શાવવામાં આવી છે.

હાલમાં, રિપોર્ટ અનુસાર, કુલ ડિજિટલ જાહેરાતનો માત્ર 1% શોર્ટ વિડિયો એપ્સ પર ખર્ચવામાં આવે છે. જો કે, રિપોર્ટ અનુસાર, ટૂંકી વિડિયો એપ્સ 2030 સુધીમાં કુલ ડિજિટલ એડવર્ટાઈઝિંગ પાઈના 10-20%  એટલે કે અંદાજે 6 બિલિયન ડોલર કેપ્ચર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં ચાઈનીઝ શોર્ટ વીડિયો જાયન્ટ ટિકટોકના એક્ઝિટથી ભારતીય શોર્ટ વિડિયો એપ કુલ 300 મિલિયન સક્રિય વપરાશકર્તાઓ સુધી પહોંચી ગઈ છે.  રિપોર્ટ અનુસાર, આ વધારો એટલા માટે થયો છે કારણ કે ભારતીયો સતત મોબાઈલ એન્ટરટેઈનમેન્ટના ભારે વપરાશકારો છે અને તેમના સ્માર્ટફોન પર મનોરંજન સામગ્રી જોવા માટે દરરોજ લગભગ 156 મિનિટ વિતાવે છે.

હાલમાં, ભારતના શોર્ટ વિડિયો યુઝર્સમાંથી લગભગ 59% ગ્રામીણ અને અર્ધ-શહેરી શહેરોમાંથી છે. હાલમાં, જાહેરાત, વિડિયો-કોમર્સ અને ગિફ્ટિંગ એ ટૂંકા વિડિયો ઍપ માટે ત્રણ મુખ્ય મુદ્રીકરણ સ્ટ્રીમ્સ છે. છેલ્લા ઘણા મહિનાઓથી, જોશ અને મોઝ જેવા એપ્સએ આક્રમક રીતે મુદ્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે.

એપ્રિલમાં, ન્યૂઝ એગ્રીગેટર પ્લેટફોર્મ ડેઈલીહન્ટ અને જોશના પેરેન્ટ યુનિટ વર્સાચે ઈનોવેશને જણાવ્યું હતું કે તેણે “ચોક્કસ દસ્તાવેજો પર સહી કરી છે” અને હાલના રોકાણકાર કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની આગેવાની હેઠળના ફંડિંગ રાઉન્ડમાં 805 મિલિયન ડોલર એકત્ર કર્યા છે.

તે સમયે, કંપનીએ જણાવ્યું હતું કે જોશ પાસે આશરે 150 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ હતા, જેમાંથી 49% દૈનિક સક્રિય વપરાશકર્તાઓ હતા.

પ્રાદેશિક-ભાષાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે પણ તેની બજાર સ્થિતિને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને ફેબ્રુઆરીમાં એમએક્સ મીડિયાની માલિકીની એમએક્સ ટકટક સાથે તેના ટૂંકા-વિડિયો ઓફરિંગ મોઝને મર્જ કરવા માટે કરાર કર્યો હતો.ગયા મહિને, શેરચેટના પેરન્ટ મોહલ્લા ટેકએ 5 બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે, ઑનલાઇન સર્ચ જાયન્ટ્સ ગુગલ અને ટાઇમ્સ ગ્રૂપ પાસેથી નવા ફંડિંગ રાઉન્ડમાં 255 મિલિયન  ડોલર એકત્ર કર્યા હતા.

હાલ 30 કરોડ લોકો કરી રહ્યા છે શોર્ટ વીડિયો એપ્સનો વપરાશ, 2025માં તે બમણો થઈ જશે

વર્તમાન સમયમાં દેશના 30 કરોડ લોકો શોર્ટ વિડીયો એપ્સ ઉપયોગ કરી રહ્યા છે. હાલ એક વ્યક્તિ સરેરાશ દિવસની 156 મિનિટ શોર્ટ વિડીયો જોવે છે. આ પ્લેટફોર્મ્સનો વપરાશ 2025 સુધીમાં બમણો થઈને 60 કરોડ લોકો સુધી પહોંચે તેવી શકયતા છે. આ ઉપરાંત 2030 સુધીમાં તેનો વપરાશ 85થી 90 કરોડ લોકો કરતા થાય તેવો અંદાજ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.