કોરોના કેસમાં પણ રાજકોટ જ સૌરાષ્ટ્રનું પાટનગર

એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં વધુ 488 કેસ પોઝિટિવ રાજકોટ શહેર-જિલ્લામાં 272 લોકો સંક્રમિત

ભાવનગર જિલ્લામાં 63,જામનગર જિલ્લામાં અડધી સદી કેસ,

મોરબીમાં 34, જૂનાગઢમાં 19, દ્વારકામાં 10 કેસ પોઝિટિવ

 

 

અબતક-રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે જાણે રાજકોટ પણ પાટનગર હોય તેમ અડધો અડધ કેસ જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લામાં ગઈ કાલે નોંધાયેલા 488 પોઝિટિવ કેસમાંથી રાજકોટ જિલ્લામાં જ 272 કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં એક જ સપ્તાહમાં 10 ગણા કેસનો વધારો થયો છે.  રાજકોટ શહેરમાં ર03 અને  ગ્રામ્યમાં 69 નવા દર્દી નોંધાયા છે.    શહેરનાં 30  તબીબ અને રપ કર્મચારી કોરોના સંક્રમીત થયા છે અને સાથે સાથે ગામડામાં પણ કોરોનાએ રફતાર પકડી છે. ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરપાલસિંહ જાડેજાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શહેરનાં કુલ કેસ 43,797 નોંધાયા છે. સારવારમાં 730 દર્દી છે.

જયારે ગ્રામ્ય વિસ્તારમાં 69 કેસ નોંધાયા છે. જેમાં  ગોંડલ સગ્રામજી હાઇસ્કુલના પાંચ શિક્ષકો સંક્રમીત થતા વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ધોરાજીમાં કેસમાં સતત વધારો જોવા મળે છે. જેમાં છેલ્લા ર4 કલાકમાં 40, ગોંડલ 11, ઉ5લેટા 6, રાજકોટ તાલુકામાં પ, જેતપુર 3, જામકંડોરણા 1, જસદણ 1, વીંછીયા 1 અને લોધીકામાં 1 કેસ નોંધાયો છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ આગની જેમ ફેલાતા એક દિવસમાં 50 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. 24 કલાકમાં શહેરમાં 40 અને જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો મોરબીમાં પણ કોરોના રફતારથી વધી રહ્યો છે. ગઈ કાલે મોરબી શહેર અને જિલ્લામાં વધુ 34 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. વધતા જતા કોરોના સંક્રમણ સામે લડવા માટે મોરબી આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. જેથી મોરબી સિવિલ હોસ્પિટલમાં 360 ઓક્સિજનના નવા સિલિન્ડર લગાવવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. જેમાં ગઈ કાલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો દેવભૂમિ-દ્વારકામાં પણ વધુ 10 લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે.

ગીર-સોમનાથ જિલ્લામાં પણ કોરોના વધતું દેખાય રહ્યું છે. જેમાં વધુ 9 લોકોના શહેરીજનો વાયરસના ઝપટે ચડ્યા છે. તો ભાવનગર જિલ્લામાં કોરોના વિફરતા વધુ 63 કેસ પોઝિટિવ આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં કોરોના વિફર્યો પણ મૃત્યુદર નહિવત રહેતા રાહત

સૌરાષ્ટ્રમાં કગેલા પાંચ દિવસથી કોરોના જાણે બેફામ વિફર્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં પણ રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્રના તમામ કેસમાના અડધો અડધ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ સામે મૃત્યુદર નહિવત જણાતા હાલ જનતાએ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં બમ્પર ઉછાળો આવ્યો છે. પરંતુ મૃત્યુ આંકનો આંકડો ન વધતા તંત્ર અને લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે.