Abtak Media Google News

સાંગાનેર સ્થિત જૈન મંદિરમાં જૈન મુનિ સુજ્ઞોય સાગર 10 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા

અબતક, રાજકોટ : સમેત શિખરજીને પ્રવાસન્ સ્થળ જાહેર કરવાના વિરોધમાં જૈન સમાજ દ્વારા અહિંસક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ઉપવાસ પર બેઠેલા જૈન મુનિ સુજ્ઞોય સાગરે પોતાના પ્રાણ ત્યજ્યા છે. તેઓ સાંગાનેર સ્થિત જૈન મંદિરમાં કાળધર્મ પામ્યા હતા. તેઓને મંગળવારે બપોરે તેમને શ્રમણ સંસ્કૃતિ સંસ્થામાં સમાધિ આપવામાં આવી હતી. સાંગાનેરમાં બિરાજીત સુજ્ઞોયસાગરજી સમેત શિખરને બચાવવા માટે ૨૫ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. તેમણે મંગળવારે સવારે દેહત્યાગ કર્યો. તેમની પાલખીયાત્રા જયપુરના સાંગાનેર મંદિરમાંથી નીકળી હતી.

Advertisement

વાસ્તવમાં ઝારખંડમાં ગિરિડીહ સ્થિત પવિત્ર જૈન તીર્થ સમેત શિકરને પ્રવાસન યાદીમાં સામેલ કરવા બદલ જૈન સમાજમાં વિરોધ વ્યાપી ગયો છે. જૈનો રાજ્ય સરકારના આ નિર્ણય સામે સમગ્ર દેશમાં પ્રદર્શન કરી રહ્યા છે.સુજ્ઞેયસાગર સાંગાનેરમાં 25 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર હતા. મંગળવારે સવારે સાંગાનેર સાંઈજી મંદિરેથી તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનીલસાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર હતા. જૈન સાધુને જયપુરના સાંગાનેરમાં સમાધિ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.