Abtak Media Google News

રાજકોટમાં: નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠાને ૧૦ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી

બીએપીએસ સ્વામીનારાયણ મંદીર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આઘ્યાત્મિક અનુગામી પૂ. મહંત સ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગ લાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં પધરાવેલ નીલકંઠવણીની પ્રતિષ્ઠા ગોંડલ મુકામે પૂ. પ્રમુખસ્વામીના હસ્તે સંપન્ન થયેલ જેને આ વર્ષે ૧૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે જેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

Advertisement

7 16નીલકંઠને આ પૃથ્વી પર અવતર્યે આજે ૨૩૭ વર્ષનો સમય વીત્યો છે પરંતુ તો પણ એમના સ્મરણમાત્રમાં વર્તમાનની અનુભુતિ થાય છે. આજથી ૨૩૭ વર્ષ પૂર્વે ૧૭૮૧ ચૈત્ર શુકલ નવમી (રામનવમી) ના પવિત્ર દિને તેમનો જન્મ ઉત્તર ભારતમાં અયોઘ્યા પાસે છપૈયા ગામે, માતા ભકિત દેવી અને પિતા ધર્મદેવ પાંડેના ઘેર થયો હતો. બાળવયનું નામ ઘનશ્યામ અને હરિકૃષ્ણ બાળવયે તેમની અનેક ચમત્કૃતિઓએ તેમના વ્યકિતત્વને અદ્વિતીય અને અલૌકિક સિઘ્ધિ કરી દીધું હતું. તેઓ માત્ર ૧૧ વર્ષની કુમળી વયે તેમણે ગૃહત્યાગ કર્યો અને મહાકાવ્ય સમી ઐતિહાસિક ગાથાનો પ્રારંભ કર્યો. સનન સાત વર્ષ સુધી ૧ર૦૦૦ કીલોમીટર સુધી નીલકંઠની ભારત યાત્રા વહેતી રહી. કાતિલ હિમાલયના શિયાળામાં-ર૦ ડીગ્રી તાપમાનમાં નીલકંઠ તીબેટના સુસવાટા મારતા મેદાનોમાં ઘૂમ્યા, માનસરોવરની યાત્રા કરી અને તે પણ ખુલ્લા પગે ખુલ્લા શરીરે નિરાહાર રહીને નીલકંઠની એ ૬ મહિનાની માનસ યાત્રાનો વિગતવાર અહેવાલ બનનાર કોઇ લેખક વચ્ચે હોત તો આજે ર૦૦ વર્ષો પછી વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ સાહસયાત્રા ગ્રંથ તરીકે તે વર્ણનો સ્થાન અવિચલ રહ્યું હતું. અને આવનારી અનેક શતાબ્દીઓ સુધી પણ રહેતો એ નિસંશય હકીકત છે.

આજના સંકલ્પ દિને યુવાનોએ નીલકંઠવર્ણીની સ્મૃતિઓને રજુ કરતું જય હો, જય હો, નીલકંઠવર્ણીની જય હો…. અદ્દભુત નૃત્ય રજુ કર્યુૃ  હરિભકતોએ નીલકંઠવર્ણીએ કરેલી સંકલ્પપૂર્તિની ગાથાને રજુ કરી. અંતમાં પૂ. અપૂર્વમૂનિ સ્વામીએ નીલકંઠવર્ણી અંગે જણાવ્યું હતું કે આજે પણ અનેક આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ નીલકંઠવર્ણીના આશીર્વાદ લઇ નવા કાર્યની શરુઆત કરે છે. આપણી અંદર રહેલા શ્રઘ્ધાના અંશને વધુ મજબુત કરવાની જરુર છે.

પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજા દર્શન માટે વહેલી સવારે પ વાગ્યાથી ભકતોની ભીડ મંદીર પ્રાંગણમાં જોવા મળે છે. બાળકો યુવાનો અને વડીલો સહીત કુલ ૮૦૦૦ થી વધુ ભકતો સ્વામીની પ્રાંત: પૂજાને લાભ લઇ રહ્યા છે. નાના બાળકો પણ વહેલી સવારમાં પોતાની કાલી-ઘેલી ભાષામાં સ્વામી સમક્ષ  રજુઆતો કરી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.