Abtak Media Google News

એક તરફ ભુખમરો તો બીજી તરફ ખોરાકના બેફામ વેડફાટ વચ્ચે કુદરતની કૃપાથી અનાજના તો અભરે ભરાય છે પણ વ્યવસ્થાના અભાવે અન્નનો દાણો ભુખ્યા સુધી પહોંચતો નથી

કૃષિ પ્રધાન ભારતમાં ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારીત હોવાથી દાયકામાં બે-ત્રણ વાર વરસાદની અછત અથવા તો અતિ વૃષ્ટિથી કૃષિ ઉત્પાદનોમાં મોટા ઉતાર-ચઢાવ આવે છે. આ કારણે જ અનિશ્ર્ચિત આવકને લઈને કૃષિને ઉદ્યોગનો દરજ્જો મળતો નથી. અલબત પુરતા વરસાદ અને હવામાનની અનુકુળતાથી આ વખતે ધન ધાન્યના ભંડાર છલકી ઉઠ્યા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એફસીઆઈના ગોડાઉનોમાં અત્યારે ઘઉં અને ચોખાનો અઢી ગણો જથ્થો ભેગો થઈ ગયો છે.

દેશના ખાધાન મંત્રીએ મંગળવારે સંસદમાં રજૂ કરેલા જવાબમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 1ની સ્થિતિએ 21.4 મિલીયન ટનની જગ્યાએ ગોડાઉનમાં અત્યારે અઢી ગણો 52.3 મીલીયન ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. દેશના લોકોનું ચાર વર્ષ સુધી પેટ ભરાય તેટલો માતબર જથ્થો ગોડાઉનમાં જમા થયો છે. એફસીઆઈ દ્વારા પુરવઠાના નિયમન માટે કોવિડ લોકડાઉન દરમિયાન વધારાના 5 કિલો ઘઉં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત વિસ્થાપિત પરિવારો અને રેશનકાર્ડ ન ધરાવતા લોકોને પણ આપ્યો હતો. અનાજનું ભારે ઉત્પાદન અને જથ્થાની ઉપલબ્ધીને લઈને એફસીઆઈએ કોરોના કટોકટી દરમિયાન જે અનાજનું વિતરણ કર્યું હતું તે જથ્થો પુન: સરભર બની ગયો છે.

એફસીઆઈના અનાજ સંગ્રહની પ્રક્રિયામાં જો કે, થોડો બગાડ પણ થાય છે. દેશમાં અત્યારે ચાર વર્ષ સુધી લોકોને પુરતુ અનાજ મળી રહે તેટલો જથ્થો ઉપલબ્ધ બન્યો છે. એક તરફ સમાજ અને વિશ્ર્વના ગરીબ દેશોના લોકો ભુખમરો વેઠી રહ્યાં છે. બીજી તરફ કુદરતની કૃપાથી ભારતમાં અઢી ગણો વધુ જથ્થો ગોડાઉનમાં જમા થયો છે. બીજી તરફ ખવાતું નથી તેનાથી વધુ ખોરાકનો બગાડ થાય છે. અનાજ અને ખોરાકનો વ્યવસ્થિત ઉપયોગ અને અન્નનો આદાર થાય તો ક્યારેય કોઈ ભુખે ન મરે. લોકસભામાં મંગળવારે અન્ન મંત્રી પિયુષ ગોયલ અને અકાલી દળના નેતા હરસિમત કૌર બાદલ વચ્ચે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નોંધાયેલા ખેડુતો પાસેથી જ અનાજ લેવાના પરિપત્ર અંગે ચકમક જરી હતી. હરસિમત કૌર બાદલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના સીધા હસ્તગતથી આવું થાય છે. તેની સામે ગોયલે જવાબ આપ્યો હતો કે, મોદી સરકાર ખેડૂતોને પોતાની ઉપજનો સારો ભાવ આવી જાય તે માટે પારદર્શકતા લાવવા માટે મહેનત કરી રહ્યું છે.

બાદલે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પોતાનો માલ વેંચવાનો વિકલ્પ આપવાની વાતો થાય છે પરંતુ તેમ છતાં શા માટે ખેડૂતો આંદોલન કરે છે. એફસીઆઈએ જાહેરનામુ બહાર પાડીને વણ નોંધાયેલા ખેડૂતોનો માલ લેવાનો ઈન્કાર કરી દીધાનો આક્ષેપ કર્યો હતો. એફસીઆઈના ગોડાઉનમાં અત્યારે ભારતની વસ્તીને ચાર વર્ષ સુધી પેટ ભરાય તેટલો અનાજનો જથ્થો ઉપલબ્ધ છે.

કૃષિ પ્રધાન ભારતમાં મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. અને ગ્રામ્ય વસ્તીમાં 82 ટકાથી વધુ લોકો ખેતી સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. રાષ્ટ્રના વિકાસદર સાથે સીધી રીતે જોડાયેલા કૃષિ ક્ષેત્ર પર આ વખતે કુદરતની કૃપા વરસી હોય તેમ સારા પુરતા અને માપસર વરસાદના કારણે ચોમાસુ પાક પણ મબલખ પાક્યો હતો અને ઘઉંનું ઉત્પાદન પણ મબલખ આવ્યું છે ત્યારે એફસીઆઈના ગોડાઉનમાં ભરેલ અનાજ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે જરૂરી બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.