Abtak Media Google News

૧૪ સિંહોના ટોળાએ રોડ ક્રોસ કરતા વાહનચાલકોમાં અફડા-તફડી

રાજુલા તાલુકાના રામપરા-ભેરાઈ રોડ પરથી એકી સાથે ૧૪ સિંહોના ટોળાએ રોડ ક્રોસ કરતા વાહન ચાલકોમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

૧૪ સિંહોના ટોળાએ રોડ ક્રોસ કર્યા બાદ ભેરાઈના ખારા વિસ્તારમાંપહોંચ્યું હતું. એકી સાથે સાવજો નીકળી પડતા જાણે એવું લાગ્યુંકે સિંહો સવારે મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા. આ ઘટના બનતા વહેલી સવારે અનેક વાહન ચાલકોએ સિંહ દર્શન કર્યા હતા. ૬ મિનિટ સુધી માર્ગપર સિંહ આવી જતા માર્ગ બંધ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.