Abtak Media Google News

મોદી સરકારમાં કોનો હાથ સૌથી ઉપર રહેશે? હવે વિપક્ષો અને મોદી ભણી મીટ! લોકસભાની ચુંટણીના પ્રત્યેક ચરણ રોમાંચક અને અજબગજબ બની રહ્યા એમ કદાચ સહુ કોઇને લાગશે?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અને ભાજપ માટે આ ચુંટણીનાં પરિણામો અસાધારણ  અને સુવર્ણાક્ષરે લખવા પડે એવા યાદગાર બન્યા વિના નહી રહે ! આને માટેનો યશ શ્રી મોદીને સુવાંગ મળશે. જો કેન્દ્રની સર્વપ્રથમ ભાજપ પ્રેરિત એનડીએ સરકારના યશસ્વી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી આજે હયાત હોત તો તેઓ આ અનુપમ વિજય વિષે શું કહેત, કોને યશ અને અભિંનંદન આપત એ તો ભગવાન જાણે ! પરંતુ એમના સહયાત્રી અને સહભાગી શ્રી લાલ કૃષ્ણ અડવાણી આ ચુંટણી વિષે વડાપ્રધાન શ્રી મોદીને અભિનંદન આપવા તથા શુભેચ્છા પાઠવવા કયા શબ્દો વાપરશે અને તેમણે તાજેતરમાં પ્રકાશિત કરેલા દળદાળ પુસ્તકના અંતિમ પ્રકરણમાં શું ઉમેરો કરશે એ જોવાનું રહેશે.

શ્રી અડવાણીની રામમંદીર રથયાત્રા, મુરલી મનોહરની એકાત્મકતા રથયાત્રા અને વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ પૈકી કઇ રથયાત્રા વધુ યશસ્વી લેખાશે તો તો આગામી ઘટનાઓ જ નકકી કરશે!ભારતના પુનરુત્થાન અને હિન્દુ ધર્મના પુનરુત્થાનને જો આ મહાવિજય સાથે જોડીએ તો આપણા દેશના મહામાનવસમા મહર્ષિ અરવિંદ ઘોષે એવા ઉદગારો કાઢયા હતા.

જયારે કહેવાય છે કે ભારતનું પુનુ‚સ્થાન થશે, ત્યારે એનો વાસ્તવિક અર્થ એવો જ થાય છે. કે સનાતન ધર્મનું પુનુ‚ત્થાન થશે. હિન્દુસ્થાન શ્રેષ્ઠતા હાંસલ કરશે એ ઉદગારનો વાસ્તવિક અર્થ જ એ છે કે સનાતન ધર્મ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરશે. હિન્દુસ્તાનઆગળ ધપશ અને પુર્ણરુપે વિકસીત થશે એવું કહેતી વખતે એનો ખરેખરો અર્થ એવો જ થાય છે કે સનાતમ ધર્મ વિકસશે અને જગતમાં તે પ્રસાર પાહશે. ધર્મ માટે અને ધર્મને કારણે જે હિન્દુસ્તાનનું અસતિત્વ છે.

ધર્મમાં ચેતના પ્રગટાવી એટલે જ દેશમાં ચેતના પ્રગટાવવી વાસ્તવમાં આ કલ્યાણમય વિશ્ર્ધર્મ છે. એને હિન્દુધર્મ કહેવામાં આવે છે કારણ કે હિન્દુરાષ્ટ્રે જ એનું સંરક્ષણ કર્યુ છે અને ટકાવ્યો છે. સાગર અને હિમાચલની મઘ્યમાં આવેલ આ પવિત્ર ભૂમિમાં આ ધર્મનું સંવર્ધન થયું છે અને આ પ્રાચીન અને પાવન ભૂમિમાં એક પવિત્ર કર્તવ્ય તરીકે એના રક્ષણનો ભાર આર્ય લોકો પર પ્રાગેતિહાસિક કાળથી સોંપાયેલો છે. આથી એને હિન્દુધર્મ કહે છે આ ઇશ્ર્વરી પ્રેરણાના બળે મેં એકવાર કોઇ રાજકીય આંદોલન નથી, રાષ્ટ્રીયત્વ કોઇ રાજકીય પ્રક્રિયા નથી, પરંતુ ધર્મ, કર્તવ્ય કર્મ અને એમ મહાન શ્રઘ્ધા સંપન્ન ઘ્યેયવાદ છે એક જીવનનિષ્ઠા છે.

મહર્ષિ અરવિંદેઉત્તરપાડામાં કરેલાસુવિખ્યાત વ્યાખ્યાન વર્ષોથી હિન્દુઓ સાચી હિન્દુ-મુસ્લીમ એકતાને મુર્તિમંત જોવા માટે પોતાના તરફથી પુરી કોશિશ કરી રહ્યા છે અને ઉદારતાથી કામ લેતા રહ્યા છે. આજેય હિન્દુઓ સહયોગ  કરવા અને સહિષ્ણુતાથી કામ લેવા તૈયાર છે પરંતુ એમ સહિષ્ણુતાને દુર્બળતામાં ખપાવાય છે અને એમના સહયોગને મોટા ભાગના મુસલમાનોએ ઠોકરે ચડાવ્યો છે મને એ જોઇને દુ:ખ થાય છે. અસહિષ્ણુતાની ભાવનાથી નહીં પરંતુ પુર્ણ સાવધાની તથા મનન ચિંતન પછી જ હું આ નિવેદન કરી રહ્યો છું. કારણ કે એક વાત નિશ્ર્ચિત છે કે જયાં સુધી હિન્દુ એક જાતિના રુપમાં કમર કસીને તૈયાર નહીં થાય ત્યાં સુધી હિન્દુ-મુસ્લીમ સમસ્યા એની સમગ્ર ભય કરતા સાથે જેમની તેમ રહેશે.

હિન્દુ નેતાઓનું કર્તવ્ય જેવું પોતાની માતૃભૂમિ પ્રત્યે છે એવું જ પોતાના હિન્દુ બાંધવો પ્રત્યે પણ છે. પરંતુ હિન્દુઓ સંગઠીત બને, બધા એક બનીને કાર્ય કરે, નિસ્વાર્થ અને દેશભકત કાર્યકરોનું એક દળ તૈયાર કરે, એ દળનો એકમાત્ર ઉદ્દેશ્ય સેવાની હોય, જાતિ અને વર્ણભેદોને ભૂલી જાય અને હિન્દુ જાતિના રક્ષણ માટે અને પોતાના આદર્શ અને સંસ્કૃતિને બચાવવા માટે વધુમાં વધુ ત્યાગ કરે એ નિતાંત આવશ્યક છે. હિન્દુઓએ પ્રભાવી અને સંગઠીત થવાની અત્યંત જ‚ર શા માટે છે એના કારણોનો વિચાર કરવાની જરુર નથી. પરંતુ આજ દેશભરમાં મુસલમાનોની રાજકીય અને ધાર્મિક સંસ્થાઓના વિચારો કેવા છે અને તેઓ શું કરી રહ્યા છે એનો અહીં ઉલ્લેખ કરવો જરુરી છે મુસલમાન

નેતાઓ દ્વારા થતાં કાળઝાળ ભાષણો ભૂગર્ભ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા સાવધાનીપૂર્વક પૂર્વયોજિત રીતે તૈયાર કરેલી ગુપ્ત માહીતી, મુસ્લિમ લીગનું ધમકી ભર્યુ રાજકીય વર્તન, કલકલત્તાનો હિન્દુ હત્યાકાડ, પૂર્વ બંગાળમાં મુસલમાનોનાં સુસંગઠીત દળોએ કરેલાં કુકર્મોના શરમજનક સમાચાર અને દેશભરમાં ફાટી નીકળેલા તોફાનો જોઇને દરેક હિન્દુનું હ્રદય રોષથી જરુર ગરમ થઇ જવું જોઇએ અને હિન્દુ જાતિના રક્ષણ માટે કંઇપણ કરી છુટયા તૈયાર રહેવું જોઇએ છેલ્લા ઘણા મહિનાથી હિન્દુઓ ઉપર સમજી વિચારીને જ અગણીત અત્યાચાર થઇ રહ્યા છે. એમાં ધાકધમકીથી ધર્મ પરિવર્તન, હિન્દુ અને બાળકો સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર, મહિલાઓ પર બળાત્કાર અને શિશુઓની ધાતકી હત્યા, પવિત્ર સ્થળો, મંદીરોને તોડી પાડવા અને હિન્દુ દુકાનો તથા ઘરોને લુંટી લેવા વગેરેનો સમાવેશ છે.

વર્તમાન ધટનાચક્રના નિરીક્ષકો અને આલોચકોમાંથી ઘણાનો એવો ચોકકસ મત છે કે પરિસ્થિતિનું આ રુપ ક્ષણિક નથી અને હિન્દુ જાતિએ જીવતા રહેવું હોય તો એણે કમર કસીને તૈયાર થઇ જવું જોઇએ. વર્ષો અને સદીઓથી હિન્દુઓની મતોવૃત્તિ ધર્મની અપેક્ષાએ રાષ્ટ્રીયતા તરફ વધુ ઝૂકેલી રહી છે. હિન્દુ સત્યનો પ્રેમી અને અહિંસાનો વિશ્ર્વાસી છે. એનામાં યુઘ્ધની ભાવનાનો અભાવ છે  અને એક રાષ્ટ્રના મનુષ્યોમાં પરસ્પર લડાઇ ઝગડાની ભાવના પ્રત્યે ધૃણા રાખે છે. હિન્દુઓની આ મનોવૃત્તિનો લાભ ઉઠાવી મુસલમમાનો પોતાની માગણીઓ વધારતા રહ્યા અને એના પર ધાર્મિકકતાનો ઢોળ ચડાવતા રહ્યા છે.

આ પ્રકારના લડાઇ ઝગડાનું મૂળ જુઠ્ઠો પ્રચાર છે અને મુસલમાનો આ કાર્યમાં આશાથી પણ વધુ સફળ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોમાં હિન્દુઓએ સદાય નુકશાન જ વેઠયું છે. કોંગ્રેસ એક રાષ્ટ્રીય સંસ્થા છે અને મુસ્લિમ લીગ સાંપ્રદાયિક છતાં બન્ને સાથે બરાબરનો વ્યવહાર કરાયો છે. અને આવી રીતે બહુમતિ (હિન્દુ) જાતિનાં અધિકારોને કચડી નંખાયા છે. એની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ભારતીય રાષ્ટ્રીયતાના નામે એની સંસ્કૃતિ અને ધર્મને સર્વથા અવગણા કરાઇ છે.

હિન્દુઓ તથા અન્ય જાતિઓની રાજકીય ઉન્નતિ કોંગ્રેસના હાથમાં સુરક્ષિતમાની શકાય પરંતુ હિન્દુઓના વિશુઘ્ધ પાથિક પ્રશ્ર્નો અંગે ધાર્મિક , સાંસ્કૃતિક અને સામાજીક ઉન્નતિના પ્રશ્ર્નો અંગે અંતિમ નિર્ણય આપવાનો અધિકાર માત્ર હિન્દુઓ વિશે રજુઆત તથા કાર્ય કરતી હોય એવી હિન્દુ સંસ્થાને જ છે. ધર્મ પરિવર્તન પર ચોકકસ અંકુશ મુકવો જોઇએ. મુસલમાનોને ખાસ કરીને જેમને જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવાયું છે

એવા મુસલમાનો હિન્દુ બનવા માગતા હોય તો એમને વિશેષ સુવિધા આપવી જોઇએ. હિન્દુઓએ એવા જરુરી ઉપાયો ચોકકસ કરી લેવા જોઇએ. જેથી મુસલમાનો દ્વારા અપાએલી આર્થિક અને સામાજીક બહિષ્કારની ધમકી ઊલટી એમના જ મોં ઉપર વાગે. હિન્દુઓએ ભયમુકત બનીને બહાદુર અને મજબુત બનવું જોઇએ. લશ્કરી શિક્ષણ મેળવવું જોઇએ. અને આત્મરક્ષા માટે એક કેન્દ્રીય સ્વયંસેવક સેનાની રચના કરવી જોઇએ.

બહુમતિ હિન્દુ જાતિ માટે મૃત્યુ બનીને આવનારી આ માહામારીના આક્રમક વિરુઘ્ધ હિન્દુઓએ માથું ઉચકવું જોઇએ. ચેતવણીની ઘંટડી વાગી ગઇ છે. સ્વયંસેવક સંસ્થાઓનું નિર્ણય કરીને અથવા પોતાના દ્રષ્ટિકોણને લશ્કરી રુપ આપીને કોઇના પ્રત્યે કોઇ પ્રકારની હિંસાની

ઇચ્છાથી નહીં પરંતુ સ્વરક્ષણ અને આત્મસ્થિતિ જ એમનું ઘ્યેય હોવું જરુરી છે. જીવો અને જીવવા દો એનાો ઉદ્દેશ્ય છે. જે હિન્દુઓને શાંતિથી રહેવા નથી દેવા માગતા એમના પ્રત્યે કોઇ પ્રકારની સહિષ્ણુતાની જરુર નથી ધર્મનો જ પોકાર છે તેથી એમાં ધાર્મિક દ્રઢતાનો રણકાર હોવો જ જોઇએ. રક્ષણની વ્યવસ્થા એટલી પ્રભાવશાળી હોવી જોઇએ કે આક્રમણ નિષ્ફળ બની જાય. આત્મ  સન્માન બહાદુરી ભર્યુ હોવું  જોઇએ.

કોઇપણ કિંમત ચુકવીને શાંતિ ખરીદીને સમસ્યાઓ ઉકેલાતી નથી. એમાંય સંપ્રદાયિક સમસ્યા તો નહી જ હિન્દુઓએ પોતાના પ્રત્યેક હિન્દુ ભાઇને કર્તવ્યપાલન કરવા ઉત્સાહિત કરવો જોઇએ. પોતાની જાતને ધન્ય ગણવી જોઇએ કે આપણે એવા ઋષિઓ અને મહાત્માઓના અનુયાયી હિન્દુ છીએ જેમણે મનુષ્યોની પૃથ્વીને સ્વર્ગમાં પલટવાની ચેષ્ટા કરી અને સમગ્ર જગતને કુટુંબવત માની ભાતૃપ્રેમનો પ્રચાર કર્યો.

હિન્દુઓએ હિન્દુની સેવા જરુર કરવી જોઇએ. હિન્દુઓને આજ પોતાના રક્ષણની અત્યંત જરુર છે. ક્રૂરતાપૂર્વક આક્રમ મિથ્યા કલ્પના કે નિર્જીવ બનાવી નાખતા તત્વજ્ઞાન દ્વારા હિન્દુ પોતાના ધર્મને મૃત્યુના મુખમાં ધકેલવા દેવા માગતો નથી. હિન્દુ પોતાનું રક્ષણ નહી કરે તો એ નામશેષ થઇ જશે. સંગઠીત નહીં થાય તો હિન્દુઓએ નષ્ટ થતાં વાર નહીં લાગે. પાછળ પડી ગયા તો કચડી નાખીને નિર્જીવ બનાવી દેવાશે. હિન્દુઓમાં આત્મવિશ્ર્વાસ હોવો જોઇએ, એનામાં સાહસ હોવું જોઇએ. બલિદાન આપતા પણ અચકાવું નહીં જોઇએ.

હિન્દુઓએ આપસમાં ભાઇ-ભાઇની માફક પ્રેમ કરવો જોઇએ. પરંતુ જે મુસલમાનો શાંતીથી રહેવા દેવા માગતા નથી એમના પ્રત્યે જરા પણ સહનશીલ નહીં બનવું જોઇએ.હું આ પ્રકારની પ્રેરણા આપવી એને મારું કર્તવ્ય માનું છું કારણ કે અત્યારે માનવતા દાવ પર લાગી છે. હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ ખતરામાં છે. પરિસ્થિતિ સંકટમય છે. સેવા તથા સહાયતાના સાધનોને પરિપુષ્ટ કરીએ. પોતાના સત્યને પ્રભાવશાળી બનાવીએ.

માત્ર ધર્મ અને સંસ્કૃતિના નામે જ નહીં પોતાની પ્યારી જન્મભૂમિના નામે પણ હું સમગ્ર હિન્દુઓને અપીલ કરું છું કે જો તેઓ ભારત વર્ષમાં કાયમી શાંતિ ઇચ્છતા હોય અને મુસલમાન તથા અન્ય જાતિ અને ધર્મના લોકો સાંળે એવો સંદેશ આપવા માગતા હોય તો તેઓ એક બની જાય અને પોતાનું રક્ષણ કરે, સંદેશ એવો આપો કે તેઓ પહેલાં રહેતા હતા તેવી જ રીતે અત્યારે પણ એક સાથે રહે, જો તેઓ હિન્દુઓ સાથે શાંતિથી રહેવા ઇચ્છતા હોય તો એમણે હિન્દુઓના ધર્મનો આદર કરવો પડશે. લધુમતિઓ હિન્દુઓના પૂજા સ્થળો મંદીરોને ભ્રષ્ટ નહીં કરી શકે અને ધાર્મીક સ્વતંત્રતા, જીવનની પવિત્રતા અને મહિલાઓના સતીત્વનું એમણે સન્માન કરવું પડશે.

આને હા, પં. મદનમોહન માલવીયાજી પણ આઝાદી જંગનું એક અદકેરું પાત્ર છે. કાશી હિંદુ વિશ્ર્વવિદ્યાલયના સ્થાપક અને સંવર્ધક માલવીયાજીને એક સમર્થ સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને કેળવણી ક્ષેત્રના નેતા તરીકે દેશ યાદ રાખવાનો છે. મહાત્મા ગાંધીજીના અત્યંત નિકટના લોકોમાં એમની ગણના થતી હતી. ૧૯૪૬માં આઝાદીની પૂર્વ સંઘ્યાએ મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુઓ ઉપર કરેલા બર્બર અત્યાચારોથી એમનો આત્મા કકળી ઊઠયો ત્યારે કલ્યાણ માસિકના ઓકટોબર ૧૯૪૬ના અંકમાં એમણે આ લેખીત નિવેદન પ્રગટ કરાવ્યું હતું. વર્તમાન ઘટનાઓ જોતા એ નિવેદન આજ પણ એટલું જ પ્રાસંગિક લગે છે જે અક્ષરશ: અહીં રજુ છે.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, આગામી મહિનાઓમાં અને નવી સંસદમાં દેશની બદલેલી પરિસ્થિતિ વિષે વિસ્તૃત સમીક્ષા કરવી પડશે અને સુયોગ્ય નિર્ણયો લેવા પડશે, જે આપણા દેશને સુવર્ણયુગ ભણી લઇ જઇ શકે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.