Abtak Media Google News

યુનિ. ના ઈતિહાસમાં પ્રથમવખત કુલપતિ તથા ઉપકુલપતિ એક જ કાર્યક્રમમાં હાજર હોય તેવી અમરેલીમાં પ્રથમ ઘટના બની હતી. સૌ.યુનિ.નો  દરેક વિદ્યાર્થી વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડ્ એમ્બેરસેડર બનશે તથા સૌ.યુનિ. વેકિસનેશનમાં પ્રથમ સ્થાને રહેશે તેવો નમ્ર પ્રયાસ તથા દ્રઢ સંકલ્પ તેવું કુલપતિ ડો. નીતીન પેથાણીએ જણાવ્યું હતું.

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ ખાતે સૌ યુનિ.રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાની તમામ કોલેજોના આચાર્યો માટે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થી વેકિસન લઈને વેકિસનેશન અભિયાનને સફળ બનાવે તે માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સૌ.યુનિ.ના કુલપતિ ડો.નિતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ  વિજયભાઈ દેસાણી, સૌ.યુનિ.ના સિન્ડી કેટ સભ્યા  માન.ડો.ગિરીશ ભીમાણી, પાર્થિવભાઈ જોષી, નાગરિક સહકારી બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી, શાંતાબા મેડિકલ કોલેજ એન્ડમ હોસ્પિયટલના એમ.ડી પિન્ટુ ભાઈ ધાનાણી ડો.અશોકભાઈ રામાનુંજ તથા આચાર્યો ઉપસ્થિત રહયાં હતા.

આ તકે વેકિસનેશન અભિયાનને સફળ બનાવવા માર્ગદર્શન આપતા માર્ગદર્શન સેમિનારના અઘ્યક્ષ તથા યુનિ.ના કુલપતિ ડો.નિતિનભાઈ પેથાણીએ અઘ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા જણાવ્યુ્ં હતુ કે વેકિસનેશન અભિયાનમાં વિદ્યાર્થીઓને અમો બ્રાન્ડ. એમ્બેસેડરના સ્વરૂપે જોઈએ ત્યારે સો ટકા વેકિસનેશન કરીને સમગ્ર ગુજરાતનાં સૌ.યુનિ. પ્રથમ  આવશે તેમા શંકાને કોઈ સ્થાન નથી.

ડો.નિતિન પેથાણીની હાંકલમાં સુર પુરાવતા અતિથિવિશેષ યુનિ.ના ઉપકુલપતિ  સિન્ડીરકેટ સભ્યં , નાગરિક બેંકના ચેરમેન તથા ગજેરા સંકુલના નિયામક મનસુખભાઈ ધાનાણીએ કુલપતિના સંકલ્પને આવકારીને ઉપિસ્થિત તમામ આચાર્યોને પોત-પોતાની કોલેજોમાં વેકિસનેશન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સોહિત કરીને માર્ગદર્શન આપવા જણાવ્યું  હતુ. કાર્યક્રમના અંતે આભાર દર્શન એમ.ડી.પિન્ટુ ભાઈ ધાનાણી તથા સેમિનારનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.