Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘વ્યક્તિ સમષ્ટિની યાત્રા’ મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા મોટીવેશનલ માસ્ટર, એમબીએ માર્કેટીંગ હિમાની દ્વારા ‘વ્યક્તિી સમષ્ટિની યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘૫ ઓક્ટોબર બેંકનો સ્થાપના દિવસ અને જેમનો આ બેંકના વિકાસમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે તેવા અરવિંદભાઇ મણીઆરનો જન્મદિવસ. આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખીને એકાદ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો કરવાની આપણી પરંપરા છે. આ પ્રથમ કાર્યક્રમ છે. અરવિંદભાઇ ઘણા બધા ગુણોના ધની હતા. એક ગુણ હતો ઓનરશીપ. માલીકીપણુ કે સ્વામીત્વ કહી શકાય. માલીકી પણાની વાત કરીએ ત્યારે તેની બંને બાજુ હોય છે. હક્ક માટેનું માલીકીપણું કે ફરજ માટેનું માલીકીપણું. ર્સ્વાથ માટેનું માલીકીપણું કે સેવા માટેનું માલીકીપણું. અહંમ, ઇગો કે અભિમાન માટેનું માલીકીપણું કે પ્રેમ માટેનું માલીકીપણું. અરવિંદભાઇ સાથે કામ કરનારને યાદ હશે કે તેઓ જ્યારે રાજકોટી બહાર પ્રવાસ માટે જાય ત્યારે તેમની સાથે શીંગના પેકેટસાથે લેતા. અમદાવાદ કે ગાંધીનગર જયાં પણ જાય ત્યાં સાથે લેતા જાય. આ શીંગનો ખર્ચ તેઓ પોતે ચુકવતા. આ પ્રકારનો ખર્ચ ક્યારેય તેઓ બેંકમાંથી લેતા નહી. આવી નાની બાબતો પ્રત્યે પણ સજાગ રહેતા કે બેંક મારી છે. બેંકમાં મારે  સમય આપવાનો છે, મારી શક્તિનો વ્યય કરવાનો છે પરંતુ બેંકમાંથી મારે કંઇ લેવાનું નથી. હક્ક લેવાનો નથી. વધુમાં ઉમેર્યું કે,  મેનેજમેન્ટની વાત કરીએ તો તેમાં, રાજ્યસભાના સભ્ય રહી ચુકેલા લોકો, ધારાસભ્યો, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, ડોકટર, અર્બન કો-ઓપરેટીવ  સંસના હોદેદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખ્યાતનામ ડોકટરો, આપણા ડિરેકટરમાંથી આરબીઆઇને નિયુક્ત કરેલ ડિરેકટરો છે. રાજ્ય અને દેશ લેવલે વિવિધ સંસમાં કાર્યરત લોકો છે. આ લોકોનું માર્ગદર્શન આપણને આગળ વધવામાં માર્ગદર્શકરૂપ બની રહે છે. ઘણીવાર આપણી નકારાત્મકી વ્યક્તિને જ નહિ સંસને પણ નુકસાન થાય છે. હકારાત્મકતા બને તે આવશ્ય છે. મોટીવેશનલ કાર્યક્રમ તેમાં સહાયક બને છે.’

હિમાનીએ વિવિધ પ્રવૃત્તિ કરાવી સહુને સક્રિય રાખી સતત બે કલાક સુધી જકડી રાખેલ હતા. તેમણે આપેલ મોટીવેશન વક્તવ્યની એક ઝલક, ‘મારું કાર્ય દરેકની જીંદગી વધુને વધુ બહેતર બનાવવાનું છે. જેણે આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે તે આપણને સંભાળી લેશે. સૌથી મહત્વનું છે હેપીનેશ. દરેક સફળ માણસ ખુશ ની પરંતુ દરેક ખુશ માણસ સફળ હોય છે. ત્રણ વાત મહત્વની છે. હસો, હસાવો અને હસી કાઢો. જ્યારે તમે બીજાની મદદ કરો છો ત્યારે ભગવાન પણ ખુશ થાય છે. જીંદગીમાં ફોક્સ સમસ્યામાં નહિ પરંત ઉકેલમાં છે. આપણું મગજ જેવું વિચારે છે તેવું શરીર વર્તન કરે છે. શરીરના હાવ-ભાવ મગજની નકારાત્મકતા કે હકારાત્મકતા સાથે બદલાવ આપે છે. ખુશી આપણી અંદર જ રહેલી છે, જરૂર છે ફક્ત બહાર લાવવાની. ’

વિનોદ શર્માએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે, ‘વાર્ષિક દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજનો મોટીવેશનલ કાર્યક્રમ રાખેલો છે. મોટીવેશનલ આપણે માટે આમ તો દરેક પ્રવૃતિનો અભિન્ન ભાગ હોય છે. આપણે દરરોજની પ્રવૃત્તિમાં પણ મોટીવેશન મેળવતાં હોય છે. સમય-સમય પર આપણે આવા કાર્યક્રમ દ્વારા બુસ્ટર ડોઝ કહી શકાય તે રીતે લેતા હોય છીએ. આ એક મહાન સંસનો હિસ્સો હોવાનું આપણને ગર્વ છે. કાર્યક્રમ બાદ નવી ઉર્જા સો આગળ વધીશું તેવો મને વિશ્ર્વાસ છે.’

આ કાર્યક્રમમાં નલિનભાઇ વસા, ટપુભાઇ લીંબાસીયા, ડિરેકટરો ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, ગિરીશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, બાવનજીભાઇ મેતલીયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શર્મા, યતીનભાઇ ગાંધી, શાખા વિકાસ સમિતિના સદસ્યો અને નાગરિક પરિવાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.