Abtak Media Google News

રાજકોટ ચેમ્બર તથા ફિઓના સંયુકત ઉપક્રમે નિકાસકારોને પોતાના વેપાર-ઉધોગને વધુમાં વધુ વેગ મળે તે ઉદેશથી નિકાસકારોને ડ્રીપ કેપીટલ આઈએનસી દ્વારા આપવામાં આવતા એકસપોર્ટ ફાઈનાન્સ ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો.

જેમાં ખુબ જ મોટી સંખ્યામાં નિકાસકારોએ હાજરી આપી આ બેનીફીટ અંગે માહિતી મેળવવી હતી. સેમીનારની શ‚આતમાં ફિઓના વેસ્ટર્ન રીજીઓનલ હેડ ખાલીદ ખાન દ્વારા નિકાસકારોને કેટલો બેનીફીટ મળી શકે તે અંગે માહિતગાર કર્યા હતા. તેમજ જયારથી જીએસટીનું અમલીકરણ થયેલ છે ત્યારેથી નિકાસકારોને પડતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું.

સેમીનાર દરમ્યાન પ્રાસંગીક ઉદબોધનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા તથા ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ નિકાસકારોને જે વેપાર-ઉધોગમાં મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેમજ તેઓના આઈજીએસટી રીફંડના વગેરે પ્રશ્ર્નોની ચર્ચાઓ કરી હતી. આંતરરાષ્ટ્રીય નિકાસ કરતા નિકાસકારોને ડ્રીપ કેપીટલ આઈએનસી દ્વારા જે ફાઈનાન્સ આપવામાં આવે છે.

તે અંગે ડાયરેકટર રવિ નિરવાણી દ્વારા એકસપર્ટ ફાઈનાન્સ ધ ઈઝી સોલ્યુશન ફોર વર્કીંગ કેપીટલ નીડ ફોર એસએમઈ એકસપોર્ટસ ઉપર નિકાસકારોને આપવામાં આવતા ઈનવોઈસના ૮૦% રકમના ફાઈનાન્સ ઉપર સંપૂર્ણ વિગતવાર માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવ્યા હતા.

ખાસ ફેકટરીંગ બેકગ્રાઉન્ડ, ડ્રીપ કેપીટલ પ્રોડકટસ એસએમઈને ઉદભવતા પ્રશ્નો વર્કીંગ કેપીટલ સ્ટક ઈન જી.એસ.ટી, ઈનવોઈસ ફેકટરીંગ તથા પ્રોસેસ, એન્ડ બેનીફીટસ વગેરે મહત્વના મુદાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી નિકાસકારોને વિગતવાર માહિતી આપી હતી.

સેમીનારના અંતમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ તથા ફિઓના સૌરાષ્ટ્ર રીજીઓનલના ક્ધવીનર પાર્થભાઈ ગણાત્રા દ્વારા આ એકસપોર્ટ ફાઈનાન્સ સેમીનાર નિકાસકારોને ખુબ જ ઉપયોગી બની રહેશે. આ સેમીનારનું સંપૂર્ણ સંચાલન ફિઓના જયપ્રકાશભાઈ ગોયેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ તથા ફિઓના સૌરાષ્ટ્ર રીજીઓનલના ક્ધવીનર પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.