Abtak Media Google News

ગયા વર્ષના 186625 કારની નીકાસનો પોતાનો જ રેકોર્ડ તોડવાની અદાણી પોર્ટન ઉપલબ્ધી

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન  મુંદ્રા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કાર ની નિકાસના સીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે. આ પ્રભાવશાળી માઈલસ્ટોન અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિસ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે.

Advertisement

અદાણી પોર્ટસની વિશિષ્ઠ રોલ ઇન – રોલ આઉટ ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે,

અદાણી પોર્ટસ મુન્દ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેની મહત્તમ નિકાસ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેનાર છે. ઉત્તરો ઉત્તર વધતી નિકાસ એ અદાણી પોર્ટસ મુન્દ્રા ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે ઊભરી આવ્યું છે.

અદાણી મુન્દ્રા પોર્ટ રાષ્ટ્રના વિકાસનું પ્રવેશદ્વાર હોવા નું અને દેશની નિકાસ ક્ષમતાને પરિપૂર્ણ કરવામાં  આ બંદર ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસનું પ્રતીક બની ે દેશને વૈશ્વિક કક્ષાએ આર્થિક હબમાં પરિવર્તિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વૈશ્વિક રોગચાળાની પકડમાંથી બહાર આવ્યા બાદ ભારતે પોતાના અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ ફર્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર, આ ક્ષેત્રે મહામારી બાદ ધીમે વિકાસ થવા પામ્યો, પુનરુત્થાન અપેક્ષિત રેખાઓ પર હતું. પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય પરિબળો માનું એક તરીકે ઊભરી આવ્યું.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ , વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર એવા અદાણી ગ્રૂપનો એક ભાગ અને એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી તરીકે વિકસિત થયો છે જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક સુધી એન્ડ-ટુ-એન્ડ સેવાપ્રદાન કરે છે. દેશના પશ્ચિમ કિનારે 6 વ્યૂહાત્મક બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુણા અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીગી) અને પૂર્વ કિનારે 5 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઑપરેટર છે. ભારત (ઓડિશામાં ધામરા, ગંગાવરમ, અને આંધ્ર પ્રદેશમાં કૃષ્ણપટ્ટનમ, અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર) દેશના કુલ પોર્ટ વોલ્યુમના 24% કાર્ગોનું વહન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.