Abtak Media Google News

૮૦ કર્મચારીઓને હેમખેમ બહાર કાઢ્યા : કરોડોના નુકસાનની ભીતિ

રાજકોટના ભાગોળે મેટોળા જીઆઇડીસી ગેઇટ નમ્બર ૨ પાસે આવેલી એવરેસ્ટ નમકીન કંપનીમાં ગત મોડી રાતે આગ લાજ્ઞાની ઘટનાની જાણ ફાયર મથકમાં થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઇ પાણીનો મારો શરૂ કર્યો હતો. મોડી રાતથી હજુ સુધી કલાકોના પ્રયાસ બાદ પણ આગ બેકાબુ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સમયે કંપનીમાં ૮૦ કર્મચારીઓ કામ કરતા હોય જેઓને હેમખેમ સમયસર બહાર કાઢવામાં આવતા સદનસીબે કોઈ જાનહાની થઈ ના હતી. પરંતુ આગના પગલે કંપનીમાં કરોડોનું નુકશાન થયું હોવાની ભીતિ થઈ રહી છે.

Advertisement

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મેટોળા ગેઇટ નમ્બર ૨ પાસે આવેલી એવરેસ્ટ નમકીનમાં ગત મોડી રાત્રીના ૧:૩૦ વાગ્યાની આસપાસ ટ્રકમાં વેફર્સ ભરતી વેળાએ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ટ્રકમાં નમકીનનો સામાન હોવાથી તેમાં આગે તુરંત પ્રસરી જતા દ્રાઈવર દ્વારા ટ્રકને કંપની બહાર કાઢવાની કોશિશ પણ કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બે માળની કંપનીમાં પ્રસરી ગઈ હતી.

Img20200318072637

જોતજોતામાં આગે પુરી બિલ્ડિંગમાં ફેલાઈ જતા તેમાં કામ કરી રહેલા ૮૦ જેટલા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર જવાનોએ કર્મચારીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા. જેના પગલે મોટી જાનહાની થતા અટકી હતી. પરંતુ આગ ના પગલે ફાયર બ્રિગેડના જવાનો ગત રાતથી પાણીનો મારો ચાલુજ હોય છતાં પણ આગ કલાકો બાદ પણ કાબુમાં ન આવી હતી. પરંતુ આગ આસપાસની કંપનીમાં ન પ્રસરે તે માટે ફાયરના જવાનોએ પૂરતી તકેદારી રાખી હતી.  અને વીજપુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત રાતે ટ્રકમાં વેફર્સ ભરતી વેળાએ ટ્રકમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. પરંતુ આગનું સચોટ કારણ જાણવા માટે એફએસએલ ટીમ ની તપાસ બાદ જ જાણવા મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.