Abtak Media Google News

કાર્યક્રમમાં ર હજારથી વધુ પ્રોફેસરોએ શીખ્યા શિક્ષણલક્ષી મૂલ્યોના પાઠ

પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે દિવ્યતાપૂર્વક ઉજવાશે. તે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટમાં વિવિધ સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાનાર છે.

Advertisement

ત્યારે તાજેતરમાંમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદીર ખાતે ફીચર્સ ઓફ ફેકલ્ટી વિષય પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીએપીએસ સ્વામીનારાયણ મંદીર પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે પૂ. અપૂર્વમુનિ સ્વામી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધનના ભાગરુપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો. મેહુલભાઇ  રુપાણીએ પોતાની અભિવ્યકિત રજુ કરી. સાથે સૌરાષ્ટ્રના વાઇસ ચાન્સેલર ડો. કમલભાઇ ડોડીયાએ પ્રેરણાત્મક ઉદબોધન કર્યુ હતું. ત્યારબાદ પ્રેરક વિડીયો શો અને થીમને અનુરુપ વાસ્તવિકતા રજુ કરતી સ્કીટની રજુઆત યુવાનો દ્વારા કરવામાં આવી.

ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ફીચર્સ ઓફ ફેકલ્ટી વિષય પર વકતવ્યનો લાભ આપ્યો હતો.

જેમાં તેઓએ છાત્ર સંવાદ, આત્મ સંવાદ અને પરમાત્મા સંવાદ વિષય પર હાજર રહેલા સૌ કોઇ પ્રોફેસર્સને શિક્ષણલક્ષી મુલ્યોને  જીવનમાં દ્રઢ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં છાત્ર સંવાદ અંતર્ગત ટીચ વેલ એટલે કે વિઘાર્થીને સારુ શીખવો, એકસપર્ટ ઇન યોર ફિલ્ડ એટલે કે તમારા વિભાગમાં નિષ્ણાંત બનો,: એપ્રીશીએટ સ્ટુડન્ટ એટલે કે વિઘાર્થીને બીરદાવો. પ્રેમ સભર પઘ્ઘ્તિ વિઘાર્થીનો અભિગમ બદલી શકે છે.

વિઘાર્થી સાથે પ્રોફેસરના વાણી, વર્ણન અને વ્યવહારના વિચારો કેવા હોવા જોઇએ તેના પર વિવિધ દ્રષ્ટાંતો તેમજ પ્રેરક વિડીઓ શો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આત્મ સંવાદ અંતર્ગત એક ફેકલ્ટી તરીકે તમારી પ્રમાણિકતા, સહાનુભુતિ તેમજ સમાજ સાથેનો નાતો, સમાજ સાથેના સંબંધો અને સમાજને ઉજાગર કરવાની વાતો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.