Abtak Media Google News
  • મહત્તમ વર્ટિકલ ગ્રોથ માટે એફએસઆઈ વધારવા સિવાય નથી કોઈ વિકલ્પ

  • બરોડા અને સુરતની તર્જ ઉપર એફએસઆઈ નક્કી કરવા ડેવલપર્સની રજૂઆત

તાજેતરમાં સરકારે રાજયભરમાં કોમન જીડીસીઆર લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં નકકી કરાયેલા ફલોર સ્પેશ ઈન્ડેક્ષ (એફએસઆઈ)થી રીયલ એસ્ટેટ ક્ષેત્ર ખુશ જણાતું નથી. જેથી કેટલાક ડેવલપર્સે બીઆરટીએસની આજુબાજુ તેમજ ટ્રાન્મીટ ઓરીએન્ટેડ ઝોનની બહાર એફએસઆઈ વધારવા સરકારને રજૂઆત કરી છે.

ડેવલપર્સે કરેલી રજૂઆત પગલે સરકાર નિર્ણય લેશે તો રાજયમાં હાઉસિંગ ડેવલપમેન્ટ માટે એફએસઆઈ વધશે તેવી સંભાવના છે. જેના પરિણામે મકાનો સસ્તા થશે. ઉપરાંત બિલ્ડરો-ડેવલપર્સને પણ અનુકુળતા રહેશે. અત્યારે અમદાવાદના ડેવલપર્સ એફએસઆઈ વડોદરા અને સુરતમાં છે તેટલી કરવા માંગ કરી રહ્યાં છે. જેની તર્જ ઉપર રાજકોટમાં પણ એફએસઆઈ વધવાના ઉજળા સંજોગો છે.

ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ તેમજ ક્રેડાઈ દ્વારા રાજયના શહેરી વિકાસ મંત્રાલય તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખી એફએસઆઈ વધારવા માટે વિનંતી કરી છે. વિગતો મુજબ બરોડા અને સુરતમાં ઉંચી એફએસઆઈનો લાભ મળી રહ્યો છે. ત્યારે અન્ય સ્થળોએ ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન સીવાય આ લાભ મળતો નથી.

સરકાર એફએસઆઈ વધારવા માટે પગલા નહીં લે તો વિકાસ કરતા શહેરોમાં મુશ્કેલી સર્જાશે. હાઉસીંગ પ્રોજેકટને ફટકો પડી શકે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી રહી છે. મહત્તમ વર્ટીકલ ગ્રોથ માટે એફએસઆઈ વધારવા સીવાય સરકાર પાસે અન્ય વિકલ્પ નથી.

વધુ એફએસઆઈથી બિલ્ડરોને ફાયદો: હરેશ પરસાણા

Failing To Grow Fsi For Housing Projects In The State
Failing to grow FSI for housing projects in the state

ક્ધસલ્ટન્ટ તરીકે અને નાગરિક રીતે વિચા‚ તો સારો નથી, જેથી ડેન્સીટી વધશે, ટ્રાફિક સમસ્યા વધશે, બાંધકામ વધશે, જેથી ટ્રાફિક વધશે અને પ્રશ્ર્ન જટિલ થશે. એફએસઆઈ વધવાથી બિલ્ડરો સસ્તુ આપશે, જેથી પર સ્કવેરફિટ વાઈઝ ઓછું આવે. લેન્ડીંગ કોસ્ટ ઓછી પડી, ભલે જમીનનો ભાવ સરખો છે. આ નિર્ણયથી બિલ્ડરોને ફાયદો છે. ૨.૭ એફએસઆઈ સિટી એરીયા, રાજકોટનો આઉટસ્કર્ટમાં એફએસઆઈ પેરેલલ વધી છે. બીનખેતીમાં ચેન્જીસ આવો જોઈએ. નાના માણસો સિટી એરીયામાં ન રહી શકે. કારણ કે, સિટી એરીયામાં સબ પ્લોટીંગ ન થઈ શકે. સરકારે અત્યારથી જ પ્લાનીંગ કરવું જોશે જેથી આવનારા સમયમાં વાંધો ન આવે.

એફએસઆઈમાં વધારો ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે: પરેશ ગજેરા

Failing To Grow Fsi For Housing Projects In The State
Failing to grow FSI for housing projects in the state

એફએસઆઈ વધવાથી બિલ્ડરોને ખૂબ જ ફાયદો થશે. બિલ્ડરોને જે ઓવરઓલ કોસ્ટિંગ આવતું તેમાં ઘટાડો જોવા મળશે, જે તે હાઉસીંગ ડેવલોપમેન્ટમાં મહત્વનો ફાળો આપી શકશે અને આ સરકારની સારી નીતિ છે. એફએસઆઈ વધવાની સાથે માત્ર બિલ્ડરો જ નહિં પરંતુ લોકોને પણ ઘણો ફાયદો જોવા મળશે. તેઓનું મકાન માટે સેવાયેલુ સ્વપ્ન પૂર્ણ કરી શકશે. એફએસઆઈ વધવાથી બિલ્ડરો સસ્તુ આપશે, જેથી સ્વેરફિટ વાઈઝ કોસ્ટીંગ બિલ્ડરોને ઓછું આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.