Abtak Media Google News

અમેરિકન કોર્ટનો મહત્વનો નિર્ણય : ભારતીય સહિતના 1 લાખ વિદેશી કર્મચારીઓને થશે ફાયદો

અમેરિકામાં જે કોઈની પાસે એચ-1બી વિઝા છે તો તેના કુટુંબીજનોને અમેરિકામાં કામ કરવાની છૂટ મળશે. તેવુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ યુએસએ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે.

Advertisement

આ અરજીમાં ઓબામાના કાર્યકાળમાં એચ-1બી વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને રોજગાર અધિકૃતતા કાર્ડ આપવાના નિયમોને નામંજૂર કરવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અરજીનો એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. યુએસએ અત્યાર સુધીમાં લગભગ એક લાખથી વધુ એચ-1બી કર્મચારીઓના કુટુંબીજનોને કામનો અધિકાર જાહેર કર્યા છે જેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો છે.

ન્યાયમૂર્તિ ચુટકે તેમના આદેશમાં નોંધ્યું હતું કે સેવ જોબ્સ યુએસએની પ્રાથમિક દલીલ એ છે કે કોંગ્રેસે વિદેશી નાગરિકો જેવા કે એચ-4 વિઝા ધારકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવાની મંજૂરી આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઓથોરિટી આપી નથી. ન્યાયાધીશે તેમના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસે સ્પષ્ટપણે અને ઇરાદાપૂર્વક યુએસ સરકારને એચ-4 જીવનસાથીના યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની અનુમતિપાત્ર શરત તરીકે રોજગાર અધિકૃત કરવામાં આવે.

ભારતીય સમુદાયે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે એચ-1બી વિઝા પ્રોગ્રામ કુશળ વિદેશી કર્મચારીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવવા અને અમેરિકન કંપનીઓ માટે કામ કરવાની મંજૂરી આપવા માટે રચાયેલ છે. અત્યાર સુધી એચ-1બી કુટુંબીજનોને કામ કરવાની મંજૂરી ન હતી જે ઘણીવાર પરિવારો પર નોંધપાત્ર નાણાકીય બોજ બનતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.