Abtak Media Google News

બજારમાં વધારે પારદર્શકતા લાવવા સેબીનો નિર્ણય : 1 ઓક્ટોબરથી નિયમ થશે લાગુ

કંપનીને લગતા કોઈપણ સમાચાર કે અહેવાલ બજારમાં ફરી રહ્યા હોય તો તેની પુષ્ટી કે ખંડન 12 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જ સમક્ષ કરવાનું રહેશે. તેવો સેબીએ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ બજારમાં વધારે પારદર્શકતા લાવવાની સાથે સમયમર્યાદાની અંદર કોઈપણ ઘટનાના ડિસ્ક્લોઝરને સામે લાવવાના ઉદ્દેશ્યથી જારી કરાયો છે.

સેબીના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સે બેઠક યોજી હતી. જેમાં જણાવાયું કે શેરબજારમાં કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ ટોચની 100 કંપનીઓ પર આ નિયમ 1 ઓક્ટોબર 2023થી લાગુ થશે. જ્યારે 1 એપ્રિલ 2024થી ટોચની 250 કંપનીઓ પર આ નિયમ લાગુ થઈ જશે.

સેબીએ એમ પણ કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકના 30 મિનિટમાં બોર્ડ મીટિંગમાં થયેલી કોઈપણ ચર્ચા કે ડિસ્ક્લોઝરને એક્સચેન્જ સામે લાવવાની રહેશે. ખરેખર બજારમાં જ્યારે પણ કોઈ લિસ્ટેડ કંપનીને લઈને કોઈ અહેવાલ કે સમાચાર આવે છે તો કંપની તરફથી તેના પર ખુલાસો કરતા એકથી બે દિવસનો સમય લેવાય છે અને આ દરમિયાન સ્ટોકમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.