Abtak Media Google News

જીલ્લામાં ત્રણ વર્ષમાં 14 માવઠાઓ ખેડુતોને કર્યા બેહાલ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં રોજ સાંજના સમયે માવઠું વરસી રહ્યું છે જાણે ઉનાળામાં અષાઢીમાં માહોલ સર્જાય તેવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ઊભી થઈ રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વઢવાણ મુળી સાયલા ચોટીલા પાટડી સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો ભર ઉનાળે આ વર્ષે પણ આવ્યો છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં જ વરસાદ આવે છે જ્યારે ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થયો હોય ત્યારે આ વરસાદ ખેડૂતોનો તૈયાર પાક બગાડી દે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ને છેલ્લા 3 વર્ષ થી માવઠા નો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે ખાસ કરી અને જિલ્લા માં ખેડૂતો ની આર્થિક કમર માવઠાઓએ છેલ્લા 3 વર્ષ માં તોડી નાખી છે.ત્યારે આ વર્ષે પણ સતત માવઠા ના પગલે ખેડૂતો ના ઉત્પાદન ને વ્યાપક નુકસાન છે.જેમાં જીરું વરિયાળી એરંડા કપાસ ઇસબગુલ ડુંગળી જેવા પાકો ને નુકસાન થયું છે.ત્યારે સરકાર દ્વારા માવઠા ના પગલે સર્વે કરી અને ખેડૂતો જે મુખ્યમંત્રી પાક વીમા યોજના અંતર્ગત સહાય ચૂકવા ની જાહેરાત તો કરાઈ છે.

ત્યારે ચાલુ વર્ષે પણ માવઠા ના પગલે જિલ્લા માં ખેડૂતો ના પાક ને વ્યાપક નુકસાન છે ત્યારે ખેડૂતો ને મોઢા માં આવેલ કોળિયો માવઠા એ છીનવી લીધો છે ત્યારે સહાય મામલે હવે જિલ્લા ના ધારાસભ્ય પણ મુખ્યમંત્રી ને પત્ર લખી રહ્યા છે હવે સરકાર ખેડૂતો ને પાક નુકસાન અંગે સર્વે કરી ક્યારે સહાય ચૂકવસે તે સવાલ જિલ્લા ના ખેડૂતો સરકાર સમક્ષ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર ક્યારે સર્વે કામગીરી હાથ ધરી અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવે છે તેવી મુખ્યમંત્રીને જાણ કરી.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જાણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ઊભી થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા નદી નાળામાં વરસાદના પગલે પાણીની આવક થતા આ નદી નાળાઓ પાણીથી ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ ધાંગધ્રા પંથકના કોંઢ ગામે સતત વરસાદના પગલે ખેતર પણ પાણીમાં ગળા ડૂબ બન્યા છે જેને લઇને ખેતરમાં પડેલા વાવેતર ઉત્પાદિત માલ ને પણ નુકસાન થયું છે અને પાણીમાં તરવા લાગ્યા હોય તેવા દ્રશ્યો ધાંગધ્રાના કોઢ ગામે સામે આવ્યા છે

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદના પગલે માર્કેટીંગ યાર્ડમાં પડેલી ખેત પેદાશોને પણ નુકસાન થયું છે ત્યારે સતત માવઠાના મારે ખેડૂતોની કમર તોડી નાખી છે તેને તાત્કાલિકોને સર્વે કામગીરી હાથ ધરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે મૂડી અને ધાંગધ્રા તેમજ વઢવાણ પંથકમાં માવઠાના મારે વ્યાપક નુકસાન સર્જ્યું છે બીજી તરફ ચુડા લીમડી માં પણ માવઠાને ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે આ અંગે સરકાર પાસે હવે ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે તાત્કાલિક પેકેટ જાહેર કરી અને ખેડૂતોના ખાતામાં આર્થિક સહાય રૂપી માવઠું સરકાર કરે તેવી માગ કરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.