Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાના પગલે ઉભા પાકને નુકસાન થયું છે જેમાં  વઢવાણ પંથકના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ને વાવાઝોડાના પગલે ભારે પવન તથા વરસાદના કારણે ખેતરમાં  પાકોને નુકસાન થઇ જવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વાવાઝોડાના પગલે ખેડૂતોના અનેક ગોડાઉન ના છાપરા પણ ઉડી ગયા છે અને ગોડાઉનમાં પડેલો ઉભો મા ક્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વાવાઝોડાના પગલે ખેડૂતોના અનેક ગોડાઉનના છાપરા પણ ઉડી જવા પામ્યા છે અને ગોડાઉનમાં પડેલ તૈયાર માલ પલળી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના ખેડૂતોને તલ બાજરી લીલોચારો શાકભાજી જેવા પાકોને નુકસાન થયું છે વાવાઝોડામાં ભારે પવન તથા વરસાદના પગલે અનેક ખેડૂતો ના ખેતરોનું ધોવાણ થઈ જવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે આ વરસાદમાં સુરેન્દ્રનગર પંથકમાં સાયલા ચોટીલા મૂળી થાન વઢવાણ તાલુકામાં નુકસાન થયું છે ત્યારે અમુક તાલુકાઓમાં વાવાઝોડાના પગલે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ખેડૂતોને ઉનાળુ સિઝન પણ અમુક તાલુકાઓમાં નિષ્ફળ નીવડી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તાજેતરમાં સરકાર દ્વારા જે વાવાઝોડાના પગલે નુકસાન થયું છે તેમાં 500 કરોડ રૃપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે જેનો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને લાભ નહીં મળે તેવી પણ મહત્વની જાહેરાત સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારએ કરી છે.

તાજેતરમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાની અસર ના પગલે કરોડો રૃપિયાના પેકેજ જાહેર કર્યા છે જેમાં ખેતીને વધુ નુકસાન થવા પામ્યું છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર પંથકને પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં બે દિવસ વાતાવરણમાં પલટો રહ્યો હતો ભારે પવન સાથે પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે ખેડૂતોના ઉનાળુ પાકો ને સતત બીજા વર્ષે પણ નુકસાન જવા પામ્યું હતું.

પરંતુ એક પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરમાં 33% ખેતીને ઓછું નુકસાન છે જેને લઇને રાજ્ય સરકાર કોઈપણ જાતની સહાય નહીં ચૂકવે ઉલ્લેખનીય છે કે નાના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે આ પાકોમાં બાજરી લીલો ચારો તલ જેવા પાકોને નુકસાન થયું છે જેને લઇને સરકાર સહાયની ચુકવણી ન કરતા હાલમાં ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.