Abtak Media Google News

પોલીસ  દ્વારા 20 થી વધુ ખેડુતોની અટકાયત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રીક 765 કેવીની લાઈનો નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના દેદાદરા ગામના ખેડૂતો દ્વારા આ ઇલેક્ટ્રીક લાઈનો નાખવા અંગે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તથા લાગતા વળગતા સત્તાધીશોને આ મામલે વાંધા અરજીઓ આપી અને સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામ એ જે ઈલેક્ટ્રીક લાઈનો નાખવામાં આવી રહી છે તે પોતાના ખેતરોમાં નાખવા દેવામાં આવશે નહીં તેવી વાંધા અરજી દેવામાં આવી હતી.

ત્યારે આ આ મામલે લાગતા વળગતા અધિકારીઓ તથા જિલ્લા પ્રશાસન વિભાગના કર્મચારીઓ દ્વારા સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ છે ખેડૂતોને આ લાઈન નાખવાના ભાવ મળવા જોઈએ તેટલા મળી રહ્યા નથી જેને લઈને આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા વીજ કંપની સામે આ થાંભલા ઊભો કરવામાં વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે ત્યારે અને કામગીરી પણ અટકાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ કામગીરી અટકાવવામાં આવતાં તાત્કાલિક ધોરણે વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને 20થી વધુ ખેડૂતોની હાલમાં અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા બાળા અનિદ્રા સહિતના ગામોના ખેડૂતોના ખેતરમાં 765 કેવીની લાઇન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સનલાઈટ કંપની દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરવાના ભાવ મળવા જોઈએ તેટલા મળી રહ્યા નથી તેને લઇને વઢવાણ તાલુકાના ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા દેદાદરા ગામ નજીક જે સ્થળે આ કામ ચાલતું હતું તે તાત્કાલિક કોણે બંધ કરાવવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવતા તેમની અટકાયત પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.