Abtak Media Google News

ભારતીય કિશાન સંઘે જીલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન

વર્તમાન સમયમાં કિશાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વિજદારમાં તફાવત છે. જેથી વિજ મીટર  આધારીત ખેડુતોને નુકશાની જાય છે. જેથી મીટર આધારીત ખેડુતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી જ વિજ પુરવઠો આપી સમાનતા લાવવા કીશાન સંઘે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

Advertisement

આવેદનમાં જણાવાયું હતુંં કે, મીટર- હોર્સ પાવર – સમાન વિજદર કરવા, મીટર આધારીત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરાશે, ફિકક્ષ ચાર્જમાં રાહત આપવા બાબત, સ્વૈચ્છીક લોડ વધારાની સ્કીમ લાવવા બાબત, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિશાન સૂર્યોદય યોજનાને (દિવસે વિજળી) તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો, સ્કાય યોજના ફરીથી લાગુ કરવા બાબત, રોઝ ભૂંડ અને આખલાઓથી પાકને રક્ષણ આપવું, ખેતીવાડીને લગતી દરેક વસ્તુ પરથી જી.એસ.ટી. હટાવવું જોઇએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.