Abtak Media Google News

ડાઈગ એસો.એ ઉદ્યગો બંધની નોટિસ બહાર પાડી તો આ કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવ્યું???

જેતપુરનું ડાઇગના કેમિકલ યુક્ત પાણી ન નિકાલ નો ગંભીર પ્રશ્ન દિવસે ને દિવસે ઉલજતો જતો હોય તેવું લાગી રહ્યું છે હજી ૠઙઈઙ  દ્વારા આપવામાં આવેલ  ૧૫ દિવસ ની નોટિસ પૂર્ણ થઈ છે અને આગામી નિર્ણય ની બધા ઉદ્યગકારો રાહ જોઈ રહ્યા છે ત્યાં એક નવો વિરોધ ખેડૂતો માં જોવા મળી રહ્યો છે સરધારપુર ગામે આવેલ કોબા હનુમાન મંદિર પાસે આવેલ ચેક ડેમ માં આજે બપોરે અચાનક કેમિકલ યુકત પાણી જોવા મળેલ હતું અને તેના ફીણ હવા માં ઉડતા જોવા મળી રહ્યા હતા.

આ ચેક ડેમ પણ ભાદર નદી માં જ આવેલ હોઈ તેથી આ અંગે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જેતપુર ડાઈગ એસોસિએશન દ્વારા જન્માષ્ટમની પેહલા એક નોટિસ બહાર પાડવામાં આવેલ હતી જેમાં શહેરના તમામ ઉદ્યોગકારો તેમજ ધોલાઈ ઘાટ ને તા.૨ થી ૯ સુધી સી.ઇ.પી.ટી. માં મેન્ટનેસ કરવાનું હોય તમામ એકમો બંધ રાખવાની સૂચના આપવામાં આવેલ હતી પરંતુ અમુક માલેતુજાર ઉદ્યોગકારો ડાઈગ એસોસિએશન ને પોતાના ખીશા માં રાખી બેઠા હોય તેમ બેફામ આ દિવસો માં ઉદ્યોગ ચાલુ રાખ્યા હોવાનું અને કારખાનાં બહારથી તાળા મારી રાખતા હોવાનું જાણવા મળેલ છે ભાદર નદી માં માત્ર પ્રોસેસ હાઉસ વાળા એકમો ટેન્કરો કે ભૂગર્ભ પાઇપ નાખી નદી માં રાત્રી ના સમયે છોડી ભાદર નદી પ્રદુષિત કરી રહ્યા હિવાનું જોવા મળી રહ્યું છે પરંતુ આ પ્રોસેસ હાઉસ પર કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી એ એક મોટો પ્રશ્ન બની ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.