Abtak Media Google News

અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુઓના લાભાર્થે રાજય સરકાર અને પીજીવીસીએલનો માનવતાવાદી નિર્ણય

ગત ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પશુની હાલત દયનીય બની છે. ત્યારે રાજય સરકાર અને પીજીવીસીએલે માનવતાવાદી નિર્ણય લઇને જાહેર કર્યુ છે કે જે ખેડુત ઘાસચારાના વાવેતરની ખાતરી આપશે તેને ખેતીવાડી વીજ જોડાણ આપવામાં અગ્રતા અપાશે.

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત વર્ષે ઓછો વરસાદ નોંધાયો હતો. જો કે રાજય સરકારે ઘણા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ વિસ્તારોમાં અછતની સહાય પણ આપવામાં આવનાર છે તેમ છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘાસચારાનું વાવેતર ઓછુ થતું હોવાના કારણે પશુપાલકોને ઘાસચારો સરળતાથી મળતો નથી ઘાસચારાનું વાવેતર ઓછું હોવાથી તેના ભાવ પણ ખુબ વધુ હોય છે. ત્યારે આ સમસ્યા હલ કરવાનો રાજય સરકાર અને પીજીવીસીએલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પીજીવીસીએલને જે ખેડુત ઘાસચારાના વાવેતરની ખાતરી આપશે તેને ખેતીવાડી વીજ જોડાણ આપવામાં અગ્રતા આપશે.

પીજીવીસીએલના મુખ્ય ઇજનેર ડી.પી.કોઠારીએ જણાવ્યું કે રાજયમાં અપૂરતા વરસાદને કારણે ઉભી થયેલ ઘાસચારાની અછત સ્થિતિને પહોંચી વળવા અરજદારો કે જેઓ તા. ર૪ ડીસેમ્બરના સરકાર દ્વારા બહાર પાડેલ ઠરાવ પહેલા કૃષિ વીજ જોડાણ મેળવવા નોંધાયેલ હોય અને તેઓ ઘાસચારાના વાવેતરની ખાતરી આપે તો પરીપત્રોના શરતોને આધીન ફકત રાજય સકકાર દ્વારા જાહેર કરેલા અછતગ્રસ્ત તાલુકા દીઠ અગ્રિમતાના ધોરણે ૧૦ વીજ જોડાણો આપવાનું સરકાર દ્વારા ઠરાવેલ છે. તો આ અંગે વધુ માહીતી માટે પીજીવીસીએલની લાગુ પડતી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.