Abtak Media Google News

રાતે નીલ ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો મજુરોને ચુકવવાની રોકડ ચોરાઇટ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે નીલ ગાય આડી ઉતરતા કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે એકઠાં થયેલા ટોળા પૈકી કોઇ અજાણ્યો શખ્સ કારની ડેકીમાંથી રૂ.૨૧ લાખ રોકડા સાથેનો થેલો ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાટીયા રહેતા રોડ કોન્ટ્રાકટર રાજેશભાઇ હમીરભાઇ ગોજીયાએ પોતાની કાર ડ્રાઇવર પ્રતાપગીરી કાળુગીરી લઇને ભોગાત ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે નીલ ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે એકઠાં થયેલા ટોળા પૈકી અજાણ્યા શખ્સે રૂ.૨૧ લાખની રોકડ સાથેનો થેલાની ચોરી કર્યાની કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રતાપગીરી કાળુગીરી સ્વીફટકારમાં મજુરોને ચુકવવાના રૂ.૨૧ લાખ રોકડા લઇને જઇ રહ્યા હતા ત્યારે ભોગાત નજીક નીલ ગાય આડી ઉતરતા કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે એકઠાં થયેલા શખ્સો પૈકી કોઇએ રૂ.૨૧ લાખ રોકડા ચોર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

કોન્ટ્રાકટર રાજેશભાઇ ગોજીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે રૂ.૨૧ લાખની ચોરીનો ગુનો નોંધી પી.એસ.આઇ. એચ.એન.કરનગીયા અને રાઇટર હરદાસભાઇ ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.