Abtak Media Google News

ભાદર ડેમમાંથી ૧ હજાર એમસીએફટી, વેણુ-૨માંથી ૨૫૦ અને મોજ ડેમમાંથી ૪૦૦ એમસીએફટી પાણી છોડાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદના કારરે ખેડુતોના ખેતરોમાં ઉભા પાક સુકાય રહ્યા છે પાણીના અભાવે પાક નિષ્ફળ ન થાય તે માટે સરકાર દ્વારા જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાદર, વેણુ અને રોજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે તેવી જાહેરાત રાજય સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ૧૨૦૦૦થી વધુ ખેડુતોની ૧૬૦૦૦ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જેતપુર, ધોરાજી, ઉપલેટા તાલુકાના ખેડુતો માટે ચાલુ વર્ષે સિંચાઈ માટે પાણીની જ‚રીયાત હોય, ભાદર ૧ ડેમમાંથી અંદાજીત ૧૦૦૦ એમસીએફટી પાણી, વેણુ ૨માંથી ૨૫૦ એમસીએફટી તથા મોજ ડેમમાંથી ૪૦૦ એમસીએફટી પાણી છોડવામાં આવશે.

જેનાથી જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકાનાં અંદાજીત ૧૨૦૦૦ ખેડુતોના ૧૬૦૦૦ હેકટર વિસ્તારને સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ થશે રાજય સરકાર દ્વારા મંત્રી જયેશ રાદડીયાની રજૂઆતોને મંજૂરી મળતા, વિસ્તારના ખેડુતોમાં હર્ષભેર આનંદની લાગણી પ્રસરી ગયેલ છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનોઆભાર વ્યકત કરેલ છે. રાજય સરકારના આ નિર્ણયથી ખેતરોમાં મુરઝાતી મોલાતને જીવતદાન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.