Abtak Media Google News
  • RSPL ઘડી કંપની સામે ખેડૂતોની લડત માં હાઇકોર્ટની જીપીસીબી સામે કડક કાર્યવાહી 
  • 20 લાખનું  વળતર ચૂકવવા હાઇકોર્ટે આદેશ

દ્વારકા ન્યૂઝ : RSPL ઘડી કંપની સામે ખેડૂતોની લડત માં હાઇકોર્ટની જીપીસીબી સામે કડક વલણ દાખવી ખેડૂતને 20 લાખ નુ વળતર ચૂકવવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. કુરંગા સ્થિત આવેલ RSPL ઘડી ડિટરઝંટ કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે ખેડૂતોના ખેતરમાં પ્રદૂષણ ફેલાવવા મામલે ખેડૂતોએ અનેક રજૂઆતો પ્રદૂષણ બોર્ડમાં કરી હોવા છતાં ચાર વર્ષ વીતવા છતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડને પગલાં ના લીધા હોઈ મામલો ખેડૂતો હાઇકોર્ટ સુધી લઈ જતા આખરે હાઇકોર્ટે આ મામલે ખૂબ કડક વલણ દાખવી GPCB ગુજરાત પ્રદૂષણ બોર્ડની ઝાટકણી કાઢી ખેડૂત બાલુભા કેરને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.Screenshot 13 1

ચાર વર્ષમાં જીપીસીબીના જવાબદાર અધિકારીઓ દ્વારા અરજદાર બાલુભાની અરજી અન્વયે કંપની સામે કોઈ કાર્યવાહી ન થતા હાઇકોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓને કંપનસેશન પેટે બાલુભા ને 20 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ તથા જીપીસીબીના ચેરમેને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના હુકમ કરવામાં આવેલ તેમજ જમીનની ખરાબ થયેલી ઉપરની તમામ માટે ડીડીઓ નડિયાદ યુનિવર્સિટી ની અધ્યક્ષતામાં બદલી નવી માટે ભરવા માટેનો પણ કામદાર હાઇકોર્ટે હુકમ કર્યો અને આ તમામ ખર્ચ કંપની પાસેથી વસૂલ કરવાનો હુકમ કર્યો.Screenshot 14 1

આર એસ પી એલ ઘણી કંપનીની અંદર આવેલી બાલુભા ભુવા કેર એવા ખેડૂતની જમીન અંગે કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણ સંદર્ભે છેલ્લા ચાર વર્ષમાં વારંવાર જીપીસીબી માં અરજીઓ કરવા છતાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા તેમની અરજી અન્વયે કોઈ કાર્યવાહી ન થતા બાલુભા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી અને જવાબદાર અધિકારીઓ સામે તથા કંપની સામે એક્શન લેવા માટે માગણી કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જીપીસીબીના ઓર્ડર કરી અને આ હુકમ કરવામાં આવેલ છે.

કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પ્રદૂષિત પાણી તેમજ કેમિકલ ડસ્ટ,કોલસો જેવા પ્રદૂષણ ફેલાવતા હોઈ આ મામલે ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છતાં GPCB ના અધિકારીઓએ કંપની સામે પગલાંના ભરતા આખરે ખેડૂતોએ નામદાર હાઈકોર્ટ માં આ મામલે પિટિશન દાખલ કરેલ હતી જે મામલે હાઈકોર્ટે મામલા ની ગંભીરતાને ધ્યાને લઇ હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ બોર્ડની ઝાટકણી કાઢી હતી અને ગુજરાત પ્રદૂષણ બોર્ડના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ચેરમેન દ્વારા ઇન્કવાયરી અને જવાબદારો સામે એક્શન લેવા કડક હુકમ કરતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.