Abtak Media Google News

ડીઝાઈનર સારીઝ, વિશિષ્ટ જયપુરી, લખનવી વસ્ત્રો, કુર્તિ, વેસ્ટર્ન આઉટફીટ, ચણીયાચોલી, જવેલરી, ફેશન એસેસરીઝ સહિતની વિવિધ વેરાયટીનો ખજાનો

રાજકોટમાં ફેશનને લઈને અવાર નવાર વિવિધ ડિઝાઈનર ડ્રેસીસ, જવેલરી, ઘર વપરાશની વસ્તુઓ વગેરે એકિઝબીશન થતા હોય છે. ત્યારે હાલ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેને લઈને રાજકોટના ઈમ્પીરીયલ પેલેસ ખાતે ફેશન ફિએસ્ટા એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.1 81 જેમાં નવરાત્રીને લઈને વિવિધ ડિઝાઈનર ચણીયાચોલી, ઓર્નામેન્ટસ, ડિઝાઈનર ગરબા, જવેલરી, દિવડા વગેરે મળી રહ્યા છે. જેનો રાજકોટની જનતા મોટી સંખ્યામાં લાભ લઈ રહી છે.6 16આ તકે ફેશન ફિએસ્ટા એકિઝબીશનના ઓર્ગેનાઈઝર કલ્પાબેને જણાવ્યું હતુ. કે અને નવરાત્રી તેમજ દિવાળીને લઈને રાજકોટની જનતા માટે વિવિધ વેરાયટીઓ લઈને આવ્યા છીએ તેમજ એક છત નીચે નવરાત્રક્ષ તેમજ દિવાળીની શોપીંગ લઈ જાય તેવું સુંદર આયોજન કરાયું છે. જેનો મહત્તમ લોકો લાભ લે અને એકવાર જરૂરથી વિઝીટ કરે.5 22આ તકે વી આર્ટાઈલ ડેસ્ટનેશનના કાશ્મીરાબેન પોપટે જણાવ્યું હતુ કે નવરાત્રીને લઈને અમે ખાસ કલેકશન રાજકોટની જનતા માટે લઈને આવ્યા છીએ નવરાત્રીને લઈને દરેક આઈટમો તમને આ એકિઝબીશનમાં મળી રહેશે તેમજ અહી લોકોનો સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. તેમ વધુમાં જણાવ્યું હતુ.3 51આ તકે સિલ્વર કોઈન જવેલર્સના જીતુ પટેલે જણાવ્યું હતુકે નવરાત્રીને લઈને તેઓ એન્ટીક સિલ્વર જવેલરી જેવા નેકલેસ, સેટ, કંદોરા, ટીકો, બાજુબંધ વગેરે અમે લાવ્યા છીએ તેમજ અહી રાજકોટની જનતાનો ખૂબજ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. તેમ જણાવ્યું હતુ.4 35આ તકે મુલાકાતી સિમરનબેને જણાવ્યું હતુ કે આ એકિઝબીશનમાં નવરાત્રીથી લઈને દિવાળી સુધીની દરેક ખરીદી કરી શકાય છે. તેમજ બધી જ વસ્તુ ખૂબજ આકર્ષક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.