Abtak Media Google News

ગ્રામજનોની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા કરવાની ડેરની ચીમકી.

રાજુલા તાલુકાના દરીયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૨૬ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા અને મધુભાઈ સાંખટ, જીલુભાઇ બારૈયા, આતાભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે છતાં પણ તંત્ર અને સરકારના પેટનું પાણી હલતું નથી. લોકોનું સુત્ર છે

‘જાન દેંગે જમીન નહીં દેગેં’ આ આંદોલનમાં એક મહિલાનો ભોગ પણ લેવાયો છે. સરકાર કે તંત્ર દ્વારા કોઈ પણ સહાય કરવામાં નથી આવી. તેમજ મૃતકના પરીવારજનોને સરકાર કે તંત્રના અધિકારીઓ દ્વારા કાંઈ પુછવામાં પણ આવ્યું નથી.

આંદોલનમાં લોકો દિવસેને દિવસે બિમાર પડી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા આ આંદોલન અંગે હકારાત્મક વલણ જોવા નથી મળ્યું. અધિકારીઓ જમીનની તપાસ કરવાના બદલે ભુમાફીયા અને જીએચસીએલ કંપનીની ઓફિસમાં જઈ આરામ ફરમાવી રહી છે એવું ગ્રામજનોનું કહેવું છે.

રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા જણાવાયું હતું કે, જો થોડા દિવસો સરકાર તથા તંત્ર દ્વારા ગ્રામજનોની માંગણી સ્વિકારવામાં નહીં આવે તો ગાંધીનગર વિધાનસભા સામે ગ્રામજનોને સાથે લઈ ધરણા કરીશું અને સરકાર તથા તંત્રનું ધ્યાન દોરીશું.

આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ભાણીબેનના પરિવારજનોને સાંતવના પાઠવતા રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, શરદભાઈ ધાનાણી, અજય શિયાળ, હિતેશ વાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આંદોલન છાવણીમાં હાજર રહેતા રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, અમરેલી યુવા કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી, મુકેશભાઈ કાબડ, હિતેશભાઈ વાળા, અજયભાઈ શિયાળ, સંતોષભાઈ ગુજરીયા, ભીખાભાઈ ધાપા, ભાવેશભાઈ મકવાણા, કમલેશ કવાડ સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.