Abtak Media Google News

સ્વીમર આર્યન નેહરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 3 જુલાઈએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

આર્યન મેહરાએ હૈદરાબાદમાં બે દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને દક્ષિણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આર્યન નેહરા ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારીના મોટા પુત્ર છે. આર્યનની સાથે તેનો નાનો ભાઈ પણ સ્વિમર છે. પિતા વિજય નેહરાએ પુત્રના રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે. ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.

એશિયન ગેમ્સની તૈયારી કરતી વખતે, સ્વીમર આર્યન નેહરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 3 જુલાઈએ અહીં રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આર્યન આ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ માટે 8:01.81 સેક્ધડનો સમય લીધો હતો. 2 જુલાઇના રોજ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની જેમ, આર્યન ફરી એકવાર દિલ્હીના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક કુશાગ્ર રાવતને પાછળ છોડી દીધો છે. રાવતે 8:09.25 ના સમયની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે કર્ણાટકનો અનિશ ગૌડા (8:16.92) ત્રીજા ક્રમે રહ્યો.

આર્યને એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં 8:03.15નું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. IAS ઓફિસર વિજય નેહરાએ પોતાના પુત્રની સફળતા ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું કે આર્યન નેહરાએ હૈદરાબાદમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. આર્યન નેહરાએ હૈદરાબાદમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીત્યા છે. ગુજરાતમાં IAS તરીકે અનેક જિલ્લાઓમાં કામ કર્યા બાદ નેહરા સ્વર્ણિમ સંકુલમાં પોસ્ટેડ છે. વિજય નેહરાએ કોરોનાના સમયમાં રાજ્યનો હવાલો સંભાળ્યો હતો. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ રહી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.