Abtak Media Google News

કોચિંગ કલાસ ઓનર્સ એસોસિએશન દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સેમિનારનું આયોજન: એન્ટ્રી પાસ વિતરણ ચાલુ: હોદ્દેદારો અબતકના આંગણે

કોચીંગ કલાસ ઓનર્સ એસોસિએશન દ્વારા બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક એન્જોય એકઝામ સેમીનારનું આયોજન આગામી તા.૧૨/૧ને રવિવારના રોજ બપોરે ૨:૧૫ થી ૪:૩૦ તેમજ સાંજે ૪:૪૫ થી ૬:૩૦ સુધી પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કરાયું છે. પ્રથમવાર બોર્ડ પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને અનેક પ્રશ્ર્નો મુંઝવતા હોય છે.જેવા કે પેપર હાથમાં આવતા બધુ ભૂલી જવાશે તો? આત્મવિશ્ર્વાસ કેમ વધારવો? યાદશકિત અને એકાગ્રતા કેમ વધારી ?ઝડપથી યાદ કેમ રહે? વિગેરે જેવા અનેક પ્રશ્ર્નોના જવાબોનું સચોટ માર્ગદર્શન આપવા વકતા સુહાગ પંચાલ ખાસ અમદાવાદથી પધારશે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આવા આયોજન કરી ચુકયા છે જે મોટીવેશનલ તથા મેમરી ગુરૂ તરીકેની નામનાં પુરા ભારત વર્ષમા નહી પણ વિશ્ર્નકક્ષાઓે ધરાવે છે. પંચાલ  ઘણી બેસ્ટ સેલર બુકનાં લેખક પણ છે.

આ પ્રસંગે એસોસીએશન સર્વે બોર્ડના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ તથા વાલીઓને આ એન્જોય એકઝામ સેમીનારનો લાભ લેવા અનુરોધ કરે છે. આ સેમીનારને વિદ્યાર્થીઓ તથા વાલીઓનો એટલો બહોળો પ્રતિસાર મળી છે.કે સેમીનારનું આયોજન બે સેશનમાં કરેલ છે. આ માટે ફ્રી રજીસ્ટ્રેશન ફરજીયાત છે.જે વિદ્યાર્થી જે-તે કલાસીસમાં જતાં હોય ત્યાં ફીમાં કરાવી શકશે અથવા મો.નં.(૯૦૩૩૦૭૭૭૨૬) ઉપર કોલ કરીને મેળવી શકશે.

સેમીનારને સફળ બનાવવા એસોસીએશનના હોદેદારોએ નામ લખવાં બાજુના પેઈઝ પરથી એ અબતકની મુલાકાત દરમ્યાન વાતચીતમાં કોચીંગ કલાસના મહત્વના અનેક મુદા વર્ણવ્યા હતા. તેઓના જણાવ્યા મુુજબ એસોસીએશનની સ્થાપના ૨૦૧૭માં થઈ કોચીંગ કલાસ વિદ્યાર્થીઓની અપુર્ણતાને પુરી કરે છે.નામાંકિત શાળા-કોલેજોમાં અભ્યાસ કરાવતી ફકેલ્ટી પણ માત્રને માત્ર કોચીંગ કલાસીસ માંથી જ ઉદભવે છે.આજે સ્પર્ધાત્મક પરીક્ષા થકી સારા હોદાઓ ઉપર આવવા માટે વિદ્યાર્થીઓને કોચીંગ હોદાઓ ઉપર આવવા માટે વિદ્યાર્થીઓને કોચીંગ કલાસનો સહારો લેવોજ પડે છે.

કોચીંગ કલાસ કલાસનો સહારો લેવોજ પડે છે. કોચીંગ કલાસ વગર રીઝલ્ટ આવીજ ન શકે શાળાઓમાં કરાવતા અભ્યાસ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે નામાકિંત શાળાઓમાં ૯૦ ટકા લાવનારને ૯ ટકા અપાવવા પ્રયત્નો થતાં હોય છે જયારે કોચીંગ કલાસ નબળો વિદ્યાર્થી જે માત્ર ૫૦ ટકા લાવી શકે તેમ છે.તેને આગળ વધારવા પ્રથમ પ્રયાસ કરાઈ છે. આ પ્રકારનું પરિણામ લાવવામાં પણ મોટી ચેલેન્જ રહેલી છે.

શાળા-કોલેજો દ્વારા અપાતા આંતરિક ગુણ વિશે જણાવ્યું હતું કે આંતરિક ગુણ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની  કારર્કિદી બનાવવામાં બહુ મોટુ નુકશાન  પહોંચાડે છે.વિદ્યાર્થીઓને પાસ થવામાં ઈન્ટરનલ માર્કસ મદદરૂપ બની તેના ભણતર વ્યવહાર શિક્ષણ સામેજ ખતરારૂપ સાબિત  થાય છે. અંતમાં એસોસીએશનના હોદેદારો દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ સેમીનારનો લાભ લેવા અબતકના માધ્યમથી અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.