Abtak Media Google News

સૂકી મેથીના દાણા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત પણે મેથી દાણાનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. મેથી દાણાનું સેવન શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે. મેથીના નાના નાના દાણા અનેક અસાધ્ય રોગોની દવા છે મેથીના દાણા ઘણા બધા વિટામિન્સ અને મીનરલ્સથી ભરપૂર હોય છે.

લીલી મેથી ને સબ્જી અને પરોઠાના રૂપમાં  પણ આરોગી શકાય છે. એ જ મેથીના દાણાને વઘાર કરવામાં  કે પછી ચૂર્ણના રૂપમાં પણ વાપરી શકાય છે તો આવો જાણીએ મેથીના દાણાનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી બીમારીઓ શરીરથી સો કોસ દૂર રહે.

વાયુ ઉત્પન કરતા શાકના વઘારમાં મેથી દાણાનો ઉપયોગ કરવો જોઈએ મેથીના દાણા વાયુશામક છે મેથીના દાણા પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવે છે અને શરીરના અનેક નાના-મોટા ઇન્ફેક્શનને દૂર કરે છે સોજામાં પણ મેથીના દાણા ઉપયોગી બને છે મહિલાઓને સુવાવડ પછી મેથીના લાડુ ખવડાવવામાં આવે છે ઉપરાંત સુવાવડી મહિલાને મેથી અને અજમાનો ઉકાળો પીવડાવવામાં આવે છે શરદી ઉધરસ કે તાવમાં પણ મેથીદાણા  ફાંકવાથી રાહત મળે છે.શરીરનું બેડ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં પણ મદદરૂપ નીવડે છે. તેમજ હદયને લગતી અનેક બીમારીઓમાં પણ ફાયદો કરે છે.

જેમને જૂનો કબજિયાત હોય તેમના માટે પણ મેથીના દાણા રામબાણ ઈલાજ છે. ઉપરાંત થાઇરોડનું લેવલ પણ સમતોલ રાખે છે.

મેથીદાણાના ફાયદાઓ

૧ – મેથીદાણા , રાય અને અજમાને સરખી માત્રામાં લઈ તેનું એક ચૂર્ણ બનાવી લેવાનું અને જો યોગ્ય લાગે તો જરૂર પ્રમાણે થોડુક મીઠું પણ આ ચૂર્ણમાં  ઉમેરી શકાય છે. ઘરમાં જ્યારે પણ કોઈને દસ્તની  સમસ્યા થાય ત્યારે આ ચૂર્ણ ચાટવાથી તરત જ ફાયદો થાય છે. હુંફાળા ગરમ પાણી સાથે આ ચૂર્ણને લેવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે.

૨ – મુંઢમારના  દુખાવામાં પણ મેથીદાણા કારગર નીવડે છે. કોઈ પણ દુખાવામાં મેથી દાણાનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ ફાયદો કરે છે મેથીના દાણાને મિક્સરમાં પીસીને તેનું ચૂર્ણ બનાવવાનું પછી આ ચૂર્ણમાં કાળું મીઠું એટલે કે સંચળ પાવડર મિક્સ કરી પાણી સાથે આ ચૂર્ણ લેવાથી તાત્કાલિક દુખાવામાં રાહત મળે છે.

૩- ગળામાં ખરાશ તે સોજો થઈ ગયો હોય ત્યારે મેથીના દાણાનો  ઉકાળો બનાવી પીવાથી રાહત થાય છે.

૪ – અણગમતા વાળને દૂર કરવામાં પણ મેથીના દાણા મદદગાર સાબિત થાય છે મેથીના દાણાને થોડી સમય માટે પાણીમાં પલાળી રાખવા દાણા બરાબર પલળી જાય પછી તેની એક પેસ્ટ તૈયાર કરવી આ તૈયાર થયેલી આ પેસ્ટને જ્યાં પણ તમને વાળ ન જોઈતા હોય ત્યાં લગાવવી દસથી પંદર  મિનિટ બાદ પેસ્ટ લગાવેલ જગ્યા ને સાદા પાણી વડે ધોઈ  નાખો આવી રીતે કરવાથી અણગમતા વાળ દૂર થાય છે.

૫ – મેથી દાણાને ગરમ પાણીમાં સારી રીતે ઉકાળવાના ઉકળતી આ વખતે પાણીની માત્રા થોડી વધારે રાખવાની આ પાણી ઠંડુ થાય પછી તેના વડે જો માથાના વાળ ધોવામાં આવે તો વાળમાં ખુબ જ સારી સાઇન એટલે કે ચમક આવે છે ઉપરાંત ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.

૬ – મેથીના દસેક જેટલા દાણાને સવારે નરણા કોઠે પાણી સાથે ગળી જવાથી કમરના જુના દુખાવામાં કાયમી રાહત મળે છે.

૭- જે બાળકોને દૂધ સરળતાથી પચતું ન હોય તો મેથીના દાણા શેકીને તેનો પાવડર બનાવી દૂધમાં નાખવાથી બાળકને દૂધ સરળતાથી પચી જાય છે.

૮- વજન ઓછું કરવા એક ચમચી કાચી મેથી ફકવી અથવા તો એક પાણી ભરેલા  ગ્લાસમાં બે ચમચી મેથીના દાણા આખી રાત પલાળી રાખી સવારે એ પાણી પીવાથી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

મેદસ્વિતાને દૂર કરવામાં મેથીના દાણા રામબાણ ઈલાજ

હાલની બદલાયેલી જીવનશૈલી અને વધુ પડતું બેઠાડુ જીવનને કારણે ઘણા લોકો મેદસ્વિતાથી પીડાતા હોય છે. ખાનપાનમાં બદલાવ , ચાલવાની આળસ અને વધારે પડતા જંક ફૂડ ખાવાને કારણે વજનમાં બિન જરૂરી વધારો થતો હોય છે. મેથીના દાણા આ મેદસ્વિતાને દૂર કરવામાં રામબાણ સાબિત થયા છે. રેગ્યુલર તેનું સેવન સો ટકા વજન ઉતારે છે.પચાસ સૂકી મેથીના દાણાનો પ્રયોગ કરવાથી ચોક્કસ વજન ઘટે છે.આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ પચાસ મેથીના દાણાને ફકવાના છે. આ પ્રયોગ દરરોજ રાત્રે સૂતા પહેલાં કરવાનો છે. જેમાં પચાસ મેથીના દાણા લઈ તેને ધીમે ધીમે દાંત વડે ચાવવાના છે એકદમ ચાવીને પછી જ પેટમાં ઉતારવાના અને ત્યારબાદ એક ગ્લાસ સાદું અથવા હુંફાળું પાણી પી જવાનું આવી રીતે નિયમિત પચાસ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી વજન ઓછું થશે.ચરબી મીણની જેમ ઓગળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.